બ્યૂટી ક્વેરીઝ - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8650 -0.17
1.6M
1M
1.7M
APPS

બ્યૂટી ક્વેરીઝ

 | 3:50 am IST

બ્યૂટી ક્વેરીઝ । રાજીકા કચેરિયા

પ્રશ્ન : મારા ખાન-પાન ઘણાં અનિયમિત છે. શું તેની અસર મારી ત્વચા પર પડી શકે ?

– બિનાલી વૈદ્ય(રાજકોટ)

જવાબ : તમારો બ્રેકફાસ્ટ, બપોરનું ભોજન અને સાંજનું હળવું ભોજન નિયત સમયે લેવાય તેવું આયોજન કરો. ખોરાકને સારી રીતે ચાવો જેથી તે સારી રીતે પચી જાય. દરેક કોળિયાનો આનંદ લઈને ધીમે ધીમે ખાઓ. થાકેલા હોવ, ગુસ્સામાં હોવ કે ચિંતાગ્રસ્ત હોવ ત્યારે ખાવાનું ટાળો. ભોજનમાં કચુંબરને સ્થાન આપો. સંતુલિત પોષક તત્ત્વો ધરાવતો ખોરાક ખાવ. ઘી, માખણ, ચોકલેટ્સ, તળેલા ખાદ્યો, બ્રેડ-કેક-પેસ્ટ્રી-કેન્ડી-કૂકીઝ જેવા ઊંચા કાર્બોહાઈડ્રેડસવાળા ખાદ્યો, સીરીયલ્સ (તૈયાર), ખાંડ, ભારે મીઠાઈઓ ગળ્યા પદાર્થાે વધારે પડતા એરેટેડ-ડ્રિન્કસ અને અન્ય ચા-કોફી જેવા પીણાં વગેરેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. રોજ ચાલવા જાવ અથવા જીમમાં જઈને કસરત કરો. દિવસમાં એકવાર પૌષ્ટિક, સંતુલિત ભોજન ખાવ. દિવસ દરમિયાન વિવિધ નાસ્તા ખાવાને બદલે ફળો ખાવ. ઉપવાસ કરવાનું ટાળો. ઘેર બનાવેલા રોટલી, શાક અને દાળ-ભાત ખાવ. યોગ્ય જીવનશૈલી અપનાવશો તો તમારી ત્વચા નિર્મળ અને તેજસ્વી બનશે.

પ્રશ્ન : મારી ત્વચા પર ખુલ્લા છિદ્રો દેખાય છે. તે માટે મારે શું કરવું ?

– જિજ્ઞાા જોષી (પાલનપુર)

જવાબ : તમારે તમારી ત્વચાને સારી રીતે સાફ કરીને ટોન કરવી જોઈએ. જેટલી વાર તમે તમારો ચહેરો ધુઓ તેટલી વાર ચહેરા પર ઠંડુ ગુલાબજળ લગાવો સપ્તાહમાં એકવાર ચહેરા પર હુંફાળું મધ લગાવો. દસ મિનિટ પછી ચહેરો સારી રીતે ધોઈ લો. ત્યારબાદ રૂ વડે ઠંડુ ગુલાબજળ લગાવો અને તેને સૂકાવા દો. રસોઈ કરતી વખતે તમારા ચહેરા પર ગરમ વરાળ ના લાગે તેનું ધ્યાન રાખો. ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો.

પ્રશ્ન : મારું ગર્ભાશયનું ઓપરેશન થયા બાદ મારા ચહેરાની ત્વચા સૂકી થઈ ગઈ છે. મારે શું કરવું તે જણાવશો

– કૃપા દવે (સુરત)

જવાબ : આ પ્રકારના ઓપરેશનથી સૂકી ત્વચાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. સ્નાન કર્યા બાદ મોઈૃરાઈઝર લગાવો. બેબી-ઓઈલ અને વિટામિન-ઈ ઓઈલ સરખા ભાગે મિક્સ કરીને રાતના સમયે ચહેરા પર માલિશ કરો. તડકામાં બહાર નીકળો ત્યારે ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારી ત્વચાની ભીનાશ જળવાઈ રહેશે અને ત્વચા સ્વસ્થ બનશે. તમારી ત્વચાને વધારે પડતી ધોશો નહીં.