બ્યુટી ક્વેરીઝ - Sandesh

બ્યુટી ક્વેરીઝ

 | 11:31 pm IST

બ્યુટી ક્વેરીઝ । રાજીકા કચેરીયા

સવાલ : રાત્રી દરમિયાન મારી ત્વચાની કાળજી રાખવા મારે શું અનુસરવું જોઈએ ? મારો ચહેરો ખૂબ તૈલી છે ?

– (રૂપા દેસાઈ – વાપી)

જવાબ : રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરાને માત્ર ધૂઓ અને સૂતા પહેલાં રાત્રે ચહેરા પર મેકઅપ ન રહે તેની ખાતરી કરી લો, કારણ કે મેકઅપનું ક્રીમ આખી રાત તમારા ચહેરા પર રહે તો તે તમારા ચહેરાને બગાડી શકે છે. કોઈપણ ક્રીમ ન ચોપડવું તે જ વધુ સારું છે. રાત્રે ત્વચા પર ટોનર લગાડો. આ તમારા ચહેરાને ટોન રાખશે.

સવાલ : હું મારા માટે સારું સનસ્ક્રીન કેવી રીતે પસંદ કરી શકું ?

– (નલીની ગણાત્રા-રાજકોટ)

જવાબ : ભારતીય ત્વચાને હંમેશા સૂર્યના ેંફ કિરણોનો ભય રહેતો હોય છે કે જે ત્વચાને હાનિ પહોંચાડે છે. ગુણવત્તાયુક્ત સનસ્ક્રીનમાં જીઁહ્લ અને તેની સાથએ ્ઁૈં હોવું જ જોઈએ, આ ત્વચાને બેવડી રક્ષણાત્મક અસર આપે છે. નિયમિતરૂપે વપરાતા ક્રીમમાં આ હોતું નથી. તેથી ખરીદતા પહેલાં તમારે તેની ઉત્પાદનની વિગતો સારી રીતે વાંચી લેવી મહત્ત્વની છે. જો તમારી ત્વચા તેલયુક્ત રહેતી હોય, તો તમારે ઓઈલ ફ્રી સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ. જીઁહ્લ૫૦ ભરઉનાળામાં પણ સારું રહે છે.

સવાલ : હું હર્બલ હેર વોશ કઈ રીતે બનાવી શકું ?

(શુભા પાટીલ-વડોદરા)

જવાબ : વાળની તંદુરસ્તી માટે આ હર્બલ હેર વોશનો પ્રયોગ કરો. ૧૦૦ ગ્રામ અરીઠા, ૧૦૦ ગ્રામ આમળા પાઉડર, ૧૦૦ ગ્રામ સૂકો શિકાકાઈ પાઉડર, ૩ ગ્લાસ ગરમ પાણી. ગરમ પાણીમાં અરીઠાને પલાળો. અરીઠાને દબાવી (મસળી) તેનો રસ કાઢી લો. આંબળા પાઉડરને શિકાકાઈ પાઉડર તેમાં ઉમેરો. આ મિશ્રણને નિયમિત શેમ્પૂની જેમ તેનો ઉપયોગ કરો. આનો ઉપયોગ કરતાં પહેલાં તમે કેળા સાથે મધ ઉમેરી શકો છો ને વધુ લૂગદી જેવું બનાવવા દૂધ ઉમેરી વાળમાં ચોપડો અને પછી વાળને હર્બલ શેમ્પૂથી ધોઈ નાંખો. આ તમારા વાળને કન્ડીશનર કરવામાં મદદરૂપ રહેશે.