BEauty Razor is a dangerous use to remove unwanted hair
  • Home
  • Fashion & Beauty
  • અણગમતા વાળને નીકાળવા માટે રેઝરનો ઉપયોગ છે ખતરનાક, જાણો કેમ?

અણગમતા વાળને નીકાળવા માટે રેઝરનો ઉપયોગ છે ખતરનાક, જાણો કેમ?

 | 5:29 pm IST

ખાસ કરીને મહિલાઓ માટે સૌથી મુશ્કેલ સવાલ આવે છે કે તેમણે શરીરના અણગમતા વાળ નીકાળવા માટે વેક્સિંગ કરાવવું જોઇએ કે શેવિંગ,, જો તમે પણ મહીનામાં 1-2 વખત બ્યુટી પાર્લર જાવ છો તો તમારી બ્યુટીશન તમને યોગ્ય સલાહ આપતા હશે કે વેક્સિંગ સારી વાત છે કારણકે શેવિંગ કરવાથી અણગમતા વાળનો ગ્રોથ વધી જાય છે અને સાથે જ વાળ ખૂબ હાર્ડ થઇ જાય છે. તો ચાલો જોઇએ શેવિંગ કરવાથી શુ નુકસાન થાય છે.

શેવિંગ બાદ જલદી આવે છે વાળ
તમારા શરીરના અણગમતા વાળ નીકાળવા માટે વેક્સિંગ કરાવો છો તો વાળ જડમૂળથી દૂર થઇ જાય છે. જ્યારે તમે શેવિંગ કરો છો તો રેઝરનો ઉપયોગ કરો છો તો તેનાથી વાળ અડધા જ નીકળે છે. જેથી વાલ જલદી આવી જાય છે અને તે કડક હોય છે.

શેવિંગથી થતું નુકસાન
રેઝરનો ઉપયોગ કરવાથી ફાયદા થાય છે, વેક્સિંગની તુલનામાં શેવિંગમાં દુખાવો થતો નથી જ્યારે વેક્સિંગ કરાવવાથી દુખાવો સહન કરવો પડે છે. સાથે જ વેક્સિંગની તુલનામાં શેવિંગમાં સમય ઓછો લાગે છે અને જેના માટે તમારે બ્યુટી પાર્લર જવું પડતું નથી અને ખર્ચો પણ ઓછો થાય છે. તેના નુકસાનની વાત કરીએ તો તેનાથી ત્વચા ડ્રાય થઇ જાય છે અને ખંજવાળ પણ આવવા લાગે છે. સાથે શેવિંગ બાદ અંદરથી નીકળતા વાળનો ગ્રોથ પણ વધી જાય છે.

આ વાતોનું ધ્યાન રાખો
– શેવિંગ બાદ ત્વચાને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરો.
– શેવિંગ તરત બાદ તડકામાં જવાથી બચો.
– કોઇ અન્ય વ્યક્તિનું રેઝર ઉપયોગમાં ન લેવું તેનાથી ઇન્ફેક્શન થઇ શકે છે.