Beauty remove breast rashes and itching problem only two days
  • Home
  • Fashion & Beauty
  • બ્રેસ્ટની નીચે થતા ચકમાને 2 દિવસમાં ગાયબ કરશે આ ઘરેલું વસ્તુઓ

બ્રેસ્ટની નીચે થતા ચકમાને 2 દિવસમાં ગાયબ કરશે આ ઘરેલું વસ્તુઓ

 | 6:44 pm IST

બ્રેસ્ટની નીચેસ ચકામા થવા એક સામાન્ય વાત છે. જરૂરિયાતથી વધારે પરસેવો થવો, ટાઇટ બ્રા પહેરવી, તેમજ યોગ્ય રીતે હવા અંદર આવી જઇ શકે નહી તેથી ચકામા પડી જાય છે. તે સિવાય વાતાવરણમાં ગરમી કે ભેજ, વધારે પડતા વજનના કારણે પણ આ સમસ્યા વધી જાય છે. ચકામા થવા પર સ્તનની નીચે ખંજવાળ તેમજ બળતરા થવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે મહિલાઓ કેટલીક કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

ઠંડું પાણી
બ્રેસ્ટની નીચે પડી ગયેલા ચકામાંથી રાહત મેળવવા માટે ઠંડા પાણીથી સેક કરો. શેક કરવા માટે એક સુતરાઉ કાપડ લો અને તેને થોડીક વખત ઠંડા પાણીમાં પલાળીને રાખો. આ કપડાને 10 મિનટ ચકામા પર લગાવી રાખો. આમ કરવાથી બ્રેસ્ટ પર સોજા અને ચકામાની સમસ્યાથી રાહત મળી શકે છે. તમે ઇચ્છો તો ઠંડા પાણીથી સ્નાન પણ કરી શકો છો.

તુલસીના પાન
આ સમસ્યાને દૂર કરવા માટે તુલસીના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને ચકામા વાળી જગ્યા પર લગાવીને તેને સુકાવા દો. જ્યારે તુલસીની પેસ્ટ પૂર્ણ રીતે સૂકાઇ જાય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. આમ કરવાથી થોડીક વારમાં બ્રેસ્ટ ચકામાની સમસ્યાથી રાહત મળશે.

લસણ
લસણમાં એન્ટી-બેક્ટેરીએલ અને એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે. જે કોઇપણ પ્રકારની સ્કિન એલર્જીને દૂર રાખે છે. થોડીક લસણને પીસીને તેને 15 મિનિટ માટે ચકામા પર લગાવ્યા પછી ધોઇ લો.

હળદર
હળદર પણ બ્રેસ્ટની નીચે પડેલા ચકામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. એક ચમચી હળદરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો. અને તેને ગરમ કરીની ઠંડુ કરો. તેનો મિશ્રણ ઠંડુ થાય એટલે તેને બ્રેસ્ટની નીચે લગાવો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી રાહત મળશે.