માત્ર 15 દિવસમાં અછબડાના ડાઘ થશે દૂર, કરો બસ આટલું - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માત્ર 15 દિવસમાં અછબડાના ડાઘ થશે દૂર, કરો બસ આટલું

માત્ર 15 દિવસમાં અછબડાના ડાઘ થશે દૂર, કરો બસ આટલું

 | 1:37 pm IST

ચિકન પોક્સની સમસ્યા ખાસ કરીન ગરમીમાં જોવા મળે છે. તે સિવાય તેને અછબડા પણ કહેવામાં આવે છે. આ બીમારી વેરિસેલા જોસ્ટર વાયરસના કારણે પણ થતી સંક્રામક બીમારી છે. આ બીમારી થવા પર ચહેરાથી લઇને શરીર પર ચાંદા તેમજ ફોલ્લીઓ જેવું થઇ જાય છે. તે સિવાય ચિકન પોક્સ થવા પર શરીરમાં ખંજવાળ, થાક અને તાવ આવવા લાગે છે. ચિકન પોક્સની બીમારી સારી થઇ ગયા પછી કેટલીક વખત ચહેરા પર તેના ડાઘ રહી જાય છે. જેના કારણે ચહેરાની સુંદરતા ખરાબ થઇ જાય છે. જો તમે પણ આ ડાઘના કારણે પરેશાન છો તો આ ઘરેલું નુસખાનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

મધનો ઉપયોગ
ચિકન પોક્સના ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવવા માટે મધના ઉપયોગને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે મધમાં ઓટ્સ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને અડધો કલાક ડાઘ પર લગાવીને ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.

પપૈયાનો ઉપયોગ
પપૈયાની પેસ્ટ ચહેરાના ડાઘ-ધબ્બાને દૂર કરવા સિવાય તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ડેડ સ્કિન દૂર કરવામાં પણ મદદ કરે છે. આ પેસ્ટ લગાવ્યા પછી ત્વચામાં ચમક આવી જાય છે.

લીંબુનો ઉપયોગ
ચિકનપોક્સ (અછબડા)ના નિશાનથી છૂટકારો મેળવવા માટે રોજ લીંબુને ડાઘ પર રગડો અને અડધા કલાક પછી ચહેરાને ધોઇ લો. જેનાથી ધીમે-ધીમે હળવા હાથે સાફ કરો.

ટામેટા
ચહેરાથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ટામેટાના પલ્પને ડાઘ પર લગાવો અને ચહેરાને પાણીથી ધોઇ લો. તે સિવાય ટામેટાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને આ ડાઘ પર લગાવી રાખો. આ સમસ્યાથી ખૂબ જલદી આરામ મળી શકે છે.

ચંદન પાઉડર
ઓલિવ ઓઇલમાં ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર પડી ગયેલા ખાડા, ડાઘ-ધબ્બા પર લગાવો અને તેનાથી માલિશ કરો. આ ઉપાયને દિવસમાં 3-4 વખત કરવાથી થોડાક દિવસમાં જ ફાયદો મળશે.