1 અઠવાડિયામાં આંખની નીચેના ડાર્કસર્કલ આ રીતે કરો દૂર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • 1 અઠવાડિયામાં આંખની નીચેના ડાર્કસર્કલ આ રીતે કરો દૂર

1 અઠવાડિયામાં આંખની નીચેના ડાર્કસર્કલ આ રીતે કરો દૂર

 | 12:43 pm IST

આંખની નીચેના કાળા ડાઘ તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે બજારમાં કેટલીક બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તે સિવાય કેટલાક એવા ઘરેલું ઉપાય પણ છે. જેનાથી તમે ડાર્ક સર્કલને સહેલાઇથી દૂર કરી શકો છો. ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઘણા ઉપાય છે પરંતુ આ જાણવું ખૂબ જરૂરી છે કે આ ડાર્ક સર્કલ કેમ થાય છે.

પેટથી જોડાયેલી સમસ્યાઓને લઇને આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. તે સિવાય વધારે પડતા તનાવ, ઉંઘ પૂરી ન થવાના કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે.

  • ડાર્ક સર્કલ દપ કરવા માટે મુલ્તાની માટી ફાયદાકારક માનવામાં આવે છે. આ સમસ્યાને ઝડપથી દૂર કરી શકાય છે. ડાર્ક સર્કલ દૂર કરવાની સાથે જ મુલતાની માટી આંખોને ઠંડક આપવાનું પણ કામ કરે છે.
  • કાકડીના રસમાં મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટની આંખોની નીચે લગાવી રાખો. જ્યારે તે પેક સૂકાઇ જાય તો તેને ધોઇ લો. કાકડીના રસ અને મુલતાની માટીની ઠંડક આંખોને તાજગી આપવાની સાથે ડાર્ક સર્કલ પણ દૂર કરે છે.
  • મુલતાની માટી, બદામ અને ગ્લિસરીનને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આંખોની નીચે લગાવી રાખો. તમે ઇચ્છો તો આ પેસ્ટને આખા ચહેરા પર પણ લગાવી શકો છો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને પાણીથી સાફ કરી લો.
  • દૂધ અને મુલતાની માટી મિક્સ કરીને આંખની નીચેના ડાર્ક સર્કલ પર લગાવી લો. સતત આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં ડાર્ક સર્કલની સમસ્યાથી રાહત મળે છે. દૂધમાં પોષણના ગુણ રહેલા છે. જેનાથી આંખોની આરામ પણ મળે છે.
  • દહીં ડાર્ક સર્કલથી છૂટકારો અપાવવામાં બેસ્ટ છે. એવામાં મુલતાની માટીની સાથે દહીં ઉમેરીને પેક બનાવી શકો છો. મુલતાની માટી અને દહીં ઉમેરી આ પેકને તમે ચહેરા પર પણ લગાવી શકો છો.
  • આંખની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે મુલતાની માટીમાં લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આંખની નીચે લગાવી લો. સૂકાઇ જાય એટલે તેને બરાબર ધોઇ લો. લીંબૂમાં રહેલા વિટામીન સી ડાર્ક સર્કલને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન