ગરદનની કાળાશથી છૂટકારો મેળવવા ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ગરદનની કાળાશથી છૂટકારો મેળવવા ફોલો કરો આ Tips

ગરદનની કાળાશથી છૂટકારો મેળવવા ફોલો કરો આ Tips

 | 3:53 pm IST

ખાસ કરીને લોકો પોતાના ચહેરા અને હથ-પગમાં ચમક લાવવા તરફ ધ્યાન આપે છે. પરંતુ શુ તમે ગરદન કે પીઠ પર ધ્યાન આપો છો. ગરમીની ઋતુમાં તડકો, ધૂળ-માટીના કારણે ગરદન અને પીઠ શ્યામ પડી જાય છે. જેના કારણે કેટલીક વખત અન્ય લોકોની સામે શરમ અનુભવવી પડે છે. ગરદન અને પીઠની કાળાશ દૂર કરવા માટે લોકો કેટલાક કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જે ખૂબ મોંઘા હોય છે. એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓ અપનાવીને પણ તમે ગરદન અને પીઠને ગોરી કરી શકો છો.

કાકડીનો રસ
કાકડીનો ઉપયોગ ખાસ કરીને લોકો સલાડના રૂપમાં કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે તેના ઉપયોગથી શ્યામ ગરદન અને પીઠને પણ ગોરી કરી શકાય છે. ગરદનની કાળાશને દૂર કરવા માટે કાકડીને પીસી લો અને તેનો રસ ગરદન પર લગાવો. રસ લગાવ્યા પછી ગરદન અને પીઠ પર હળવા હાથથી મસાજ કરો.. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થશે.

નારંગીનો પલ્પ
નારંગીમાં વિટામિન સી રહેલા છે. જે ત્વચામાં ચમક લાવવામાં ખૂબ મદદરૂપ છે. સૌ પ્રથમ નારંગીના પલ્પને સૂકવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દૂધમાં મિકસ કરીને ગરદન અને પીઠ પર લગાવો. થોડીક વાર પછી તેને પાણીથી ધોઇ લો. આમ કરવાથી ગરદન ચમકવા લાગશે.

દહીં
દહીં ત્વચાની કાળાશ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તેમા રહેલા ગુણ કુદરતી રીતે ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવાનું કામ કરે છે. ગરદન અને પીઠની કાળાશ દૂર કરવા માટે પણ દહીંનો ઉપયોગ કરી શકાય છે.

મધ અને ટામેટું
મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને ટામેટું ત્વચામાં ચમક લાવવામાં મદદ કરે છે. આ બન્નેને મિક્સ કરીને લગાવવાથી ગરદન અને પીઠની કાળાશ દૂર કરી શકાય છે. મધમાં ટામેટાનો રસ મિક્સ કરીને 20 મિનિટ માટે ગરદન અને પીઠ પર લગાવો. થોડાક દિવસ સતત આ ઉપાય કરવાથી ત્વચાનો રંગ ચમકી જશે.

બેકિંગ સોડા
બેકિંગ સોડા અને પાણીને મિકસ કરીને પેસ્ટ બનાવી લો અને તેને ગરદન તેમજ પીઠ પર લગાવી દો. થોડીક વખત પછી ગુલાબ જળની મદદથી તેને ધીમે-ધીમે સાફ કરી લો.

લીંબુનો રસ
લીંબુમાં કુદરતી બ્લીચિંગના ગુણ રહેલા છે. શ્યામ ગરદનને ચમકાવવા માટે લીંબુનો અડધો ટૂકડો લઇને તેને ધીમે-ધીમે 5-10 મિનિટ ગરદન અને પીઠ પર રગડો. આ નુસખાને 4-5 દિવસ સુધી રોજ કરો.