Beauty Remove Dark skin ARound nail Follow These Tips
  • Home
  • Fashion & Beauty
  • નખની આસપાસની ત્વચા કાળી પડી ગઇ છે તો કરો આ ઉપાય

નખની આસપાસની ત્વચા કાળી પડી ગઇ છે તો કરો આ ઉપાય

 | 4:00 pm IST

નખની આસપાસની ત્વચા કાળી પડી જવાના કારણે ખાસ કરીને મહિલાઓ પરેશાન રહે છે. સુંદર અને સ્વચ્છ હાથ મહિલાઓની પર્સનાલિટીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક ત્વચામાં પિગમેંટ વધારે હોવાના કારણે નખના ક્યૂટિકલ્સ ડાર્ક થવા લાગે છે. તે સિવાય શરીરમાં વિટામિન બી-6 અને વિટામિન બી 12ની ઉણપ થવાના કારણે હાથના આ ભાગ શ્યામ થવા લાગે છે. જેનાથી નેઇલ પેઇન્ટ લગાવવા છતા પણ હાથ ખરાબ દેખાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયની સાથે- સાથે ડાયેટ પર પણ ધ્યાન આપી શકો છો.

મેનીક્યોર જરૂરી

હાથ પર જમા ડેડ સ્કિન પણ ડાર્ક સ્કિન થવાનું કારણ હોય શકે છે. તેને સાફ કરવા માટે મેનીક્યોર કરવું જરૂરી છે. તમે ઘરે પણ સહેલાઇથી મેનીક્યોર કરી શકો છો. સૌ પ્રથમ હાથને નવશેકા પાણીમાં 5 મિનિટ ડૂબાડી રાખો અને ટુવાલથી તેને લૂંછી લો. હવે ખાંડ, મધ, ઓલિવ ઓઇલ અને દૂધ મિક્સ કરીને હાથને સ્ક્રબ કરો. પછી હાથને નવશેકા પાણીથી ધોઇ લો.

બટર મિલ્ક

બટર મિલ્ક એટલે છાશ ત્વચા માટે બેસ્ટ છે. તેનાથી ત્વચાને કુદરતી રીતે બ્લીચ કરી શકાય છે અને કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનનો ડર પણ નથી રહેતો. છાશમાં થોડોક લીંબુનો રસ ઉમેરીને હાથ પર લગાવો અને 15 મિનિટ પછી હાથને ઠંડા પાણીથી ધોઇ લો.

જૈતુનનું તેલ

રોજ રાત્રે નખની આસપાસ જૈતુનનું તેલ લગાવીને મસાજ કરો. તેનો સતત ઉપયોગ કરવાથી ક્યૂટિકલ્સની ત્વચામાં ચમક આવી જશે. તેની સાથે જ ત્વચાની ડ્રાયનેસ પણ દૂર થઇ જશે.

લીંબુ

લીંબુની મદદથી હાથની આસપાસ ડેડ સ્કિન સહેલાઇથી દૂર થઇ જાય છે. લીંબુના રસમાં થોડીક ખાંડ મિક્સ કરીને તેને હાથ પર રગડો. તેનાથી ખૂબ ફાયદો થઇ શકે છે.

વિટામિન ઇ અને મલાઇ

થોડીક મલાઇમાં વિટામિન ઇની એક કેપ્સૂલ મિક્સ કરી લો. તેને હાથ પર મસાજ કરો અને ક્યૂટિકલ્સને 2-3 મિનિટ રગડી લો. તેનાથી ત્વચાને ભેજ મળે છે અને ત્વચામાં ચમક પણ આવવા લાગે છે.

બદામનું તેલ

ત્વચામાં ચમક લાવવા માટે બદામનું તેલથી હાથની મસાજ કરો. તેનાથી ક્યૂટિકલ્સની ડાર્ક કંપલેક્શન ઓછું થવા લાગે છે.