આંખની આસપાસની કરચલીઓ દૂર કરવા અજમાવો આ 2 ઉપાય - Sandesh
NIFTY 10,767.85 +57.40  |  SENSEX 35,523.61 +236.87  |  USD 68.1250 -0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આંખની આસપાસની કરચલીઓ દૂર કરવા અજમાવો આ 2 ઉપાય

આંખની આસપાસની કરચલીઓ દૂર કરવા અજમાવો આ 2 ઉપાય

 | 1:02 pm IST

વધતી ઉંમરમાં આંખોની આસપાસ કરચલી દેખાવવા લાગે છે. જેને crow’s feet કહેવામાં આવે છે. જોકે આ કરચલીઓ દેખાતી નથી પરંતું તમે જ્યારે સ્માઇલ કરો છો કે જોર જોરથી હસો છો ત્યારે આંખની આસપાસ કરચલીઓ સાફ દેખાય છે. ચહેરા પર પડેલા આ નિશાનને દૂર કરવા માટે લોકો બોટેક્સ સર્જરીનો સહારો લે છે. જેનાથી પૈસા ખર્ચ થવાની સાથે-સાથે દુખાવો પણ થાય છે. આ જરૂરી નથી કે તેનો ઇલાજ ફક્ત સર્જરી છે. તમે કેટલાક ઘરેલું ઉપાયથી પણ આ મુશ્કેલીથી છૂટકારો મેળવી શકો છો.

વિટામિન ઇ
ત્વચાની સમસ્યા માટે વિટામિન ઇ બેસ્ટ છે. જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરીને તેમા નવા સેલ્સનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તેનાથી આંખની આસપાસની કરચલીઓ પણ ગાયબ થઇ જાય છે.
આ રીતે કરો ઉપયોગ
વિટામિન ઇની કેપ્સૂલ લઇને આ ઓઇલને આંખોની આસપાસ લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો. 30 મિનિટ લગાવી રાખો ત્યાર પછી તેને સાફ કરી લો. જેને તમે આખી રાત પણ લગાવી શકો છો.

ઇંડાનો પેક
ઇંડામાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ ત્વચાના સેલ્સને હાઇડ્રેટ કરી તેને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. જેનાથી સ્કિન ટિશૂ ટાઇટ થવાના શરૂ થઇ જાય છે. તેમજ આંખની આસપાસની કરચલીઓ કુદરતી રીતે ગાયબ થઇ જાય છે.
આ રીતે કરો ઉપયોગ
ઇંડાના સફેદ ભાગને બ્રશની મદદથી આંખોની સાઇડ પર લગાવી દો. આ વાતનું ધ્યાન રાખો કે તે આંખમાં ન પડે. તેને તમે ગાલ પર પણ લગાવી શકો છો. 10-15 મિનિટ લગાવી રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો. જેને તમે અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી ધીમે-ધીમે આંખની આસપાસની કરચલીઓ ગાયબ થઇ જશે.