Beauty remove Fatigue on your face stress do face massage
  • Home
  • Fashion & Beauty
  • મિનિટોમાં ગાયબ થશે તમારા ચહેરા પરનો થાક, આ રીતે કરો મસાજ

મિનિટોમાં ગાયબ થશે તમારા ચહેરા પરનો થાક, આ રીતે કરો મસાજ

 | 1:28 pm IST

કેટલીક વખત શરીરનો અંદરથી ઓછો થતો નથી. જેથી તે આપણી આંખ અને ચહેરા પર દેખાઇ આવે છે. એવામાં તમે કેટલો પણ સારો મેકઅપ કેમ ન કરી લો. પરંતુ ચહેરા પર તે આકર્ષણ દેખાતું નથી, જે એક ફ્રેશ અને થાક્યા વગરના ચહેરામાં હોય છે. ચહેરો ફ્રેશ દેખાય તે માટે ચહેરાની મસાજ એક બેસ્ટ ઉપાય છે. ખાસ કરીને તમે કેટલીક વખત મસાજ કરાવવા માટે બહાર જાવ છો પરંતુ આ મસાજ તમે ઘરે પણ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે મસાજની મદદથી ચહેરાનો થાક દૂર કરી શકાય છે.

– ચહેરા પર દેખાતો થાક દૂર કરવા માટે તમે હાથની આંગળીના વેઢાંની મદદથી ચહેરા પર હળવી માલિશ કરો. તેનાથી બ્લડ સર્કુલેશન વધશે અને તમે તમારી જાતને ફ્રેશ અનુભવ કરશો.

– નાકની બન્ને તરફ તમે હળવા હાથે માલિશ કરી શકો છો. તે પછી તમે ધીમે-ધીમે આંખોની વચ્ચે વાળા ભાગથી લઇને આંખોની નીચે વાળા ભાગમાં હાથની મદદથી મસાજ કરો.

– આઇબ્રો પર હળવું દબાણ કરી અંદરથી બહારની તરફ માલિશ કરો અને આંખોના બહારના કિનારો પર માલિશ કરતા સમયે માથા સુધી મસાજ કરો.

– હવે આંખોની બિલકુલ નીચે તરફ હાથને લાઓ અને ગાલની વચ્ચે માલિશ કરતા પેઢાની ઉપરની તરફ પણ માલિશ કરો. પેઢાને આંગળીથી પકડીને હળવેથી માલિશ કરો.

– મસાજ માટે તમે નારિયેળ કે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય તમે વનસ્પતિ તેલમાં સુગંધિત તેલની કેટલાક ટીંપા ઉમેરીને ઉપાય કરી શકો છો. તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સુગંધીથી થાક સહેલાઇથી ઓછો થઇ જાય છે.