1 મહિનામાં કપાળ પરની કરચલીને કાયમ માટે કરો ગાયબ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 1 મહિનામાં કપાળ પરની કરચલીને કાયમ માટે કરો ગાયબ

1 મહિનામાં કપાળ પરની કરચલીને કાયમ માટે કરો ગાયબ

 | 6:41 pm IST

વૃદ્ધાવસ્થા આવવા પર ચહેરાની ત્વચા ઢીલી અને ચહેરા તેમજ માથા પર કરચલીઓ નજરે આવવા લાગે છે. પરંતુ આ સમસ્યા ઓછી ઉંમરમાં ચહેરા પર નજરે પડે તો ચિંતા થવા લાગે છે. માથા પર કરચલીઓ દેખાવવી વૃદ્ધાવસ્થા નહીં પરંતુ રોજ તનાવ અને થાક રહેવાની નિશાની છે. જ્યારે માથાની ત્વચા પર કરચલીઓ નજરે પડે છે તો ચહેરો ખરાબ લાગે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે આ કરચલીઓ દૂર કરી શકો છો.

છાશ
છાશ ત્વચાને મુલાયમ રાખે છે. છાશમાં લેક્ટિક એસિડ અને અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ હોય છે જે કરચલીને દૂર કરવામાં મદદ કરે છે. છાશને કપાળ પર લગાવીને મસાજ કરો અને 20 મિનિટ બાદ સાફ કરી લો. ત્વચાને સાફ કરવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો.

એલોવેરા જેલ
એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જે કોલેજન અને એલિસ્ટિનને વધારે છે. તેમા રહેલા પ્રોટીન ત્વચાને ફર્મ અને સુંદર રાખે છે. તે સિવાય કરચલી દૂર કરવા માટે એલોવેરા જેલને કરચલીઓ પર લગાઓ. સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો.

હળદરની પેસ્ટ
હળદરનો ઉપયોગ ચહેરાની સાચવણી માટે સદીઓથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં એવા ગુણ રહેલા છે જે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. પાણીમાં હળદર પાઉડર મિક્સ કરી કપાળની કરચલીઓ પર લગાઓ. જેમા તમે એલોવેરા જેલ અને ઓર્ગેનિક નારિયેળ તેલ મિક્સ કરીને એન્ટી વ્રિંકલ્સ ક્રીમ બનાવીને પણ લગાવી શકો છો.

દાડમનું જ્યૂસ
દાડમ ચહેરા પરની કરચલીની સમસ્યાને રોકે છે. રોજ એક ગ્લાસ દાડમનું જ્યૂસ પીઓ જેનાથી તમને ખૂબ ફરક જોવા મળશે. તે સિવાય દાડમનું જ્યૂસ હેલ્થી ડાયેટનો એક ભાગ છે. જેનાથી સ્વાસ્થ્ય અને બ્યુટી પ્રોબ્લેમ પણ દૂર રહે છે.