Beauty Remove pimple stain Eat these fruit
  • Home
  • Fashion & Beauty
  • આ 1 ફળ ખાવાથી ખીલ સહિત તેના ડાઘ-ધબ્બા થઇ જશે ગાયબ

આ 1 ફળ ખાવાથી ખીલ સહિત તેના ડાઘ-ધબ્બા થઇ જશે ગાયબ

 | 1:12 pm IST
  • Share

ત્વચાની સુંદરતા વધારવા માટે લોકો શુ નથી કરતા. ઘરેલુ નુસખા અપનાવવાથી લઇને મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાથી પણ પાછળ હટતા નથી. એટલું જ નહીં ડાયેટને લઇને પણ ખાસ સાવચેતી રાખવામાં આવે છે. ઓઇલી અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ ખાવાનું છોડી દેતા હોય છે. જોકે, એક ફળ છે જે તમને કોઇપણ ટેન્શન વગર બેડાઘ અને ચમકીલી ત્વચા આપી શકે છે.

કીવી ફળને ભારતીય બજારમાં મેળવવું મુશ્કેલ હતું. જોકે હવે એવું નથી. એવામા તમે પણ તેને તમારી ડાયેટમાં સામેલ કરી તેના ગુણોનો લાભ ઉઠાવી શકો છો. કીવી નો સ્વાદ ખાટો હોય છે. જે તેમા રહેલા વિટામીન-સીનો પુરાવો છે. આ કારણથી તે ત્વચા માટે લાભદાયી છે.

કીવીમાં સ્કિનને હીલ કરવાના દરેક તત્વ રહેલા છે. તેમા વિટામીન ઇનું પ્રમાણ વધારે હોય છે. જે સૂરજના કિરણો, પ્રદુષણ સહિતથી ત્વચાને નુકસાનને સારું કરવામાં મદદ કરે છે.

પાચન યોગ્ય રીતે ન થાય તો ચહેરા પર તેની અસર દેખાવવા લાગ છે. પરંતુ કીવી આ સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. કીવીમાં ડાયેટરી ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી ખાવાનું સહેલાઇથી પચી જાય છે તેનાથી શરીરમાં ટોક્સિન્સ રહી શકતા નથી અને ફ્લશ આઉટ થઇ જાય છે.

કરચલી દૂર કરીને તમને યંગ બનાવી રાખવામાં મદદ કરશે. જેના માટે તમે કીવીને પીસીને લગાવી શકો છો. તેમા રહેલા કોલેજન સ્કિનને લાઇટ કરવાની સાથે જ ત્વચાને સોફ્ટ તેમજ ફર્મ બનાવવામાં મદદ કરે છે.

કીવીમાં એન્ટી-બેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે.જો તેને ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચ પર ખીલ જેવી સમસ્યા થશે નહીં અને ડાઘ-ધબ્બાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો