પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું નુસખા - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું નુસખા

પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું નુસખા

 | 12:34 pm IST

સ્વસ્થ રહેવા માટે શરીરના બાકી ભાગની જેમ પ્રાઇવેટ પાર્ટની સ્વસ્છતા રાખવી પણ ખૂબ જરૂરી છે. પ્રાઇવેટ પાર્ટમાં સૌથી વધારે પરસેવો અને ફંગલ ઇન્ફેક્શન હોય છે. તેનાથી બચવા માટે મહિલાઓ બિકીની વેક્સ કરાવે છે. સતત વેક્સ કે શેવિંગ કરવાથી પ્રાઇવેટ પાર્ટમાં કાળાશ થવા લાગે છે. આ સમસ્યાતી બચવા માટે લોકો કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરે છે. જેથી કેટલીક વાર સાઇડ- ઇફેક્ટ પણ થાય છે. એવામાં ઘરેલું નુસખાનો ઉપયોગ કરીને કાળાશ દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા જણાવીશું જેનાથી થોડાક અઠવાડિયામાં પ્રાઇવેટ પાર્ટની કાળાશથી છૂટકારો મળી શકે છે.

પ્રાઇવેટ પાર્ટ શ્યામ હોવાનું કારણ
ફંગસ
કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટ
રેજરનો ઉપયોગ
બિકીની વેક્સ

ટામેટાનો પલ્પ
પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા માટે ટામેટાનો ઉપયોગ કરવો , સૌ પ્રથમ 1 ટામેટુ લઇને તેને મિક્સરમાં પીસી લો. તેને 15 મિનિટ કાળાશ વાળી જગ્યા પર લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઇ લો.. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં જ ફરક દેખાવવા લાગશે.

લીંબુ, દહીં અને હળદર
કાળાશને દૂર કરવા માટે લીંબુ, દહીં અને હળદરની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટવને ઓછામાં ઓછી 25 મિનિટ પ્રાઇવેટ પાર્ટ પર લગાવી રાખો. મહીનામાં ઓછામાં ઓછી 5 વખત આ પેસ્ટ લગાવવાથી કાળાશીની સમસ્યા દૂર થવા લાગે છે.

મધ, લીંબુ અને ખાંડ
યોનિની કાળાશથી પરેશાન છો તો તેને દૂર કરવા માટે મધ, લીંબુ અને ખાંડની ખાંડની પેસ્ટ બનાવો. 1 લીંબુનો રસ, અડધી ચમચી મધ, 1 ચમચી ખાંડને બરાબર મિક્સ કરો. આ પેસ્ટને સ્ક્રબની જેમ 15 મિનિટ સુધી માલિશ કરો. અઠવાડિયામાં બે વાર આ ઉપચાર કરવાથી થોડાક દિવસમાં પ્રાઇવેટ પાર્ટની કાળાશથી રાહત મળી શકે છે.

જૈતુનનું તેલ અને લીંબુ
જૈતુનનું તેલ પ્રભાવિત જગ્યા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ અડધું લીંબુ લઇને તે ભાગ પર ઘસો. હવે 30 મિનિટ બાદ તેને ગુલાબ જળથી સાફ કરો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 3 વખત કરવાથી શ્યામ ત્વચાની સમસ્યા દૂર થાય છે.

એલોવેરાનો રસ
અલોવેરાનો રસ ત્વચાને મુલાયમ બનાવવાનું કામ કરે છે. પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા માટે 1 ચમચી એલોવેરા જેલમાં 1 કપ ગરમ પાણી મિક્સ કરો. હવે તેને કોટનની મદદથી પ્રાઇવેટ પાર્ટ પર લગાવો. 20 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો.

પપૈયું
પપૈયામા રહેલા એન્જાઇમ્સ ત્વચાની ચમક વધારવાની સાથે દાગ-ધબ્બા પણ દૂર કરે છે. પ્રાઇવેટ પાર્ટની કાળાશને દૂર કરવા માટે પાકેલા પપૈયાને મધમાં મિક્સ કરીને લગાવો. 20 મિનિટ બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો.