Beauty Remove puffy eyes problem follow easy Tips
  • Home
  • Fashion & Beauty
  • મિનિટોમાં આંખ પર આવેલા સોજા ગાયબ કરવા અજમાવો નાનકડી ટિપ્સ

મિનિટોમાં આંખ પર આવેલા સોજા ગાયબ કરવા અજમાવો નાનકડી ટિપ્સ

 | 11:18 am IST

શિયાળાની ઋતુમાં ત્વચાની સમસ્યાની સાથે-સાથે પફી આઇસ એટલે કે આંખોમાં સોજોની સમસ્યા પણ સામાન્ય જોવો મળે છે. મોડા સુધી કામ કરવાથી, ખરાબ ખાણીપીણી, ટેન્શન કે ભરપૂર પ્રમાણમાં ઊંધ લેવાથી આંખોની નીચે સોજો આવવા લાગે છે. જે તમારી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. આંખોના સોજાને દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાયો કરે છે. પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

ટી બેગ્સ

ટી બેગ્સને ફ્રીજમાં રાખીને ઠંડી કરી લો અને તેને 5-10 મિનિટ સુધી આંખો પર રાખો. તેનાથી ન માત્ર સોજા દૂર થાય છે. તે આંખોની આસપાસની ત્વચાને ટાઇટ પણ કરશે. સાથે જ તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા પણ ઓછી કરી શકાય છે.

એલોવેરા જેલ

એન્ટી ઇંફ્લેમેટ્રીન ગુણના કારણે એલોવેરા જેલથી પણ આંખાના સોજાને દૂર કરી શકાય છે જેના માટે એલોવેરા જેલને ફ્રીઝમાં ઠંડ કરીને થોડીક મિનીટ માટે આંખોની નીચે રાખો. તેનાથી સોજો ગાયબ થઇ જશે.

બટેટાની સ્લાઇસ

બટેટાની નાની સ્લાઇસ કટ કરીને ફ્રીઝમાં રાખી દો. ઠંડી થાય બાદ તેને આંખો પર 10-15 મિનીટ રાખો. તેની ઠંડકથી આંખોની નીચેના સોજા ગાયબ થઇ જશે. તમે ઇચ્છો તો બટેટાના રસને ઠંડો કરીને પણ લગાવી શકો છો.

કાકડીનો રસ

કાકડીની નાની સ્લાઇસ કરીને આંખ પર ઠંડી કરીને લગાવો. તેનાથી આંખોને ઠંડક મળે છે અને થાક પણ દૂર થઇ જાય છે. સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોવાના કારણે ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.