Beauty Remove skin tags warts from face without any surgery, use home remedies
  • Home
  • Fashion & Beauty
  • કોઇપણ સર્જરી વગર ત્વચા પરથી દૂર કરો મસા, આ રહ્યા સહેલા ઘરેલું ઉપચાર

કોઇપણ સર્જરી વગર ત્વચા પરથી દૂર કરો મસા, આ રહ્યા સહેલા ઘરેલું ઉપચાર

 | 2:52 pm IST

ઘણા લોકોને તેમના ચહેરા પરના મસા ગમતા હોય છે તો ઘણાને તેમના ચહેરાની સુંદરતામાં ડાઘ સમાન લાગે છે. જો કે ચહેરા પર કેટલીક જગ્યાએ મસા તેની બ્યૂટી કહેવાય છે તો ચહેરાના કેટલાક ભાગ પર તે પસંદ પડતા નથી. પરંતુ ઘણી વખત કેટલાક લોકો આ મસાને દૂર કરવા માટે મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ખાસ કરીને આ ટ્રીટમેન્ટથી કોઇ ફરક નથી પડતો પરંતુ તેનાથી કેટલીક આડ અસર થવા લાગે છે તો ચાલો જાણીએ ના ગમતા મસા ચહેરા પરથી દૂર કરવા શું કરવું જોઈએ….

લસણની પેસ્ટ

લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. જેથી તમે લસણની પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવીને આખી રાત માટે છોડી દો. સવારે તેને સારી રીતે સાફ કરો.

કેળાની છાલ

કેળાની છાલ લો અને અને તેની અંદરનો ભાગ તલ પર રાખીને ઉપરથી કોઇ ચોખ્ખા કપડાંથી બાંધી દો. આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી તલ ઝડપથી સાફ થઇ જશે.

આદુ

આદુમાં આયોએક્ટિવ કમ્પાઉન્ડ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ રહેલા છે જે સ્કિન ટેગને દૂર કરવા માટે અસરકારક હોય છે. દિવસમાં 5-6 વખત સ્કિન ટેગ પર કાચા આદુનો ટૂકડો રગડી લો કે તેનો રસ લગાવો. થોડાક અઠવાડિયામાં તમને આ સમસ્યાથી રાહત મળી શકે છે.

સફરજનનું વિનેગર

સફરજનના વિનેગરમાં એસિડ હોય છે જે સ્કિન ટૈગને ધીમે-ધીમે કટ કરી દે છે. કોટનમાં થોડાક ટીંપા સફરજનના વિનેગરને મિક્સ કરીને મસા પર લગાવી લો. થોડાક કલાક બાદ પાણીથી ધોઇ લો. દિવસમાં બે વખત આ ઘરેલું ઉપાય કરવાથી મસા ગાયબ થઇ જાય છે.

આ પણ જુઓ : અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન