ફક્ત 1 માસ્ક લગવો, હંમેશા માટે સ્ટ્રેચ માર્ક્સ થશે છૂમંતર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ફક્ત 1 માસ્ક લગવો, હંમેશા માટે સ્ટ્રેચ માર્ક્સ થશે છૂમંતર

ફક્ત 1 માસ્ક લગવો, હંમેશા માટે સ્ટ્રેચ માર્ક્સ થશે છૂમંતર

 | 5:53 pm IST

ડિલીવરી બાદ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ઘણી મહિલાઓને થાય છે. તે સિવાય પણ ઘણી યુવતીઓને સ્ટ્રેચ માર્ક્સ જેવી સમસ્યામાંથી પસાર થવું પડે છે. સ્ટ્રેચ માર્ક્સ વધારે સાથળ, પેટ સહિતની જગ્યા પર જોવા મળે છે. જે ઘણા ખરાબ લાગે છે. તો યુવતીઓ આ સ્ટ્રેચ માર્ક્સથી છૂટકારો મેળવવા માટે ઘણા ઉપાયો કરે છ. પરંતુ જો આ સમસ્યાથી છૂટકારો મેળવવો છે તો અમે તમને એક સાધારણ નુસખો જણાવવા જઇ રહ્યા છીએ. જેથી મદદથી સ્ટ્રેચ માર્ક્સથી હંમેશા માટે છૂટકારો મળી શકે છે.

સામગ્રી
1 કપ – નારિયેલ તેલ
1 કપ – એલોવેરા સ્લાઇસ

ઉપાય
સૌ પ્રથમ એક પેનને મધ્યમ આંચ પર ગરમ કરો. હવે તેમા 1 કપ નારિયેલ તેલ અને 1 કપ એલાવેરા સ્લાઇશ ઉમેરો. તેને લગભગ 15-20 સુધી ગરમ કરો. જ્યા સુધી અલોવેરાનો રંગ હળવો શ્યામ ન થાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે આ પેસ્ટને કાચના કન્ટેનરમાં ઉમેરો. પેસ્ટને તમે સ્ટ્રેચ માર્ક્સ પર માસ્કની જેમ લગાવો. આ માસ્કને તમે આખી રાત લગાવીને રાખી શકો છો. હવે આ માસ્કને સવારે ધોઇ લો. દરરોજ આ નુસખાનો ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાથી રાહત મળી શકે છે. સતત આ ઉપાયથી 2-3 મહીના બાદ સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઇ જશે.