Beauty Remove the Fungal infections of the feet in the Home remedy
  • Home
  • Fashion & Beauty
  • પગમાં થતા ફંગલ ઇન્ફેક્શનને આ દેશી ઉપાયથી કરો દૂર

પગમાં થતા ફંગલ ઇન્ફેક્શનને આ દેશી ઉપાયથી કરો દૂર

 | 10:28 am IST

વરસાદની ઋતુમાં અનેક પ્રકારના ઇન્ફેક્શન થવા લાગે છે. તેની અસર પગ પર વધારે પડે છે. પગમાં ખંજવાળ આવવી ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોય છે. તે ટિનિયા પેડીસ નામની ફંગસના કારણે થાય છે. આ ફંગસ ત્વચા અને નખને અસર કરે છે. ખંજવાળની સાથે-સાથે ડ્રાય ત્વચા, બળતરા અને ફાટેલી એડી જેવી સમસ્યા પણ થઇ શકે છે. આ સમસ્યા પગના અંગૂઠામાં થાય છે. સાથે જ નખ અને પગના તળિયા પર પણ થાય છે. ટિનિયા પેડિસ મોઇશ્ચરના કારણે થાય છે. જો તમે પણ પાણીમાં વધારે રહો છો તો તેનાથી બચવાના કેટલાર ઘરેલું ઉપાય તમને જણાવવા જઇ રહ્યા છીએ.

મીઠું

– મીઠામાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. જે પગની ફંગસને નષ્ટ કરે છે અને ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.
– એક ટબમાં નવશેકુ પાણી લો અને તેમા મીઠું મિક્સ કરો. હવે પગને 10-15 મિનિટ સુધી તેમા રાખો અને પછી ટુવાલથી પગને બરાબર લૂંછી લો. આ ઉપાય અઠવાડિયામાં 3-4 વખત કરો.

દહીં

– દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયા જે ઇન્ફેક્શનના સારું કરે છે અને ફંગસને દૂર કરે છે. જેથી દહીં પણ ફંગસ ઇન્ફેક્શન માટે લાભદાયી છે.
– દહીંને અસરકારક જગ્યા પર લગાવીને 20 મિનિટ રાખી મૂકો અને તે બાદ તેને ધોઇ લો અને ટુવાલથી લૂછી લો. આ પ્રક્રિયાને દિવસમાં બે વખત કરો.

 

વિનેગર

– વિનેગરમાં એન્ટી સેપ્ટિક હોય છે જે ફંગલ ઇન્ફેક્શનને સારું કરે છે અને મોઇશ્ચરનો પણ અવશોષિત કરે છે.
– એક ટબમાં નવશેકુ પાણી લઇ તેમા એક ચચમી વિનેગર મિક્સ કરી અને 15 મિનિટ તેમા પગ ડૂબાડીને રાખો. બાદમાં ટુવાલથી તેને સાફ કરી લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરો.

લસણ

– લસણમાં એન્ટી-ઇંફલેમેટ્રી ગુણ હોય છે. જે પગના સોજા અને ઇન્ફેક્શનને ઓછા કરે છે.
– લસણની પેસ્ટ બનાવી લો અને તેમા 3-4 ચમચી જૈતુનનું તેલ મિક્સ કરી લો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 30 મિનિટ રાખી મૂકો હવે તેને એન્ટી ફંગલ સાબુથી ધોઇ લો. તે બાદ ટુવાલથી સાફ કરી લો આ પ્રક્રિયાને રોજ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન