Beauty Remove unwanted hair these 3 things
  • Home
  • Fashion & Beauty
  • ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ 3 વસ્તુઓ

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ 3 વસ્તુઓ

 | 4:34 pm IST

લોકો સુંદર દેખાવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. સુંદર દેખાવું દરેક મહિલાની ઇચ્છા હોય છે. પરંતુ ઘણી એવી મુશ્કેલીઓ હોય છે કે જે સુંદરતામાં અડચણરૂપ બને છે. એવી જ એક સમસ્યા છે. ચહેરા પર અણગમતા વાળ આવવા. ચહેરા પર અણગમતા વાળથી ફક્ત યુવકો નહી, પરંતુ યુવતીઓ પણ પરેશાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે .યુવકોના ચહેરા પર વાળ આવ્યા છે તો તે ચાલી પણ જાય. પરંતુ મહિલાઓના ચહેરા પર વાળ આવવા યોગ્ય માનવામાં આવતું નથી. મહિલાના ચહેરા પર વાળ આવવાથી તેની સુંદરતામાં ખલેલ પહોંચે છે. પરંતુ ડરવાની જરૂર નથી. ઘણાં એવા સહેલા ઉપાય છે, જેને અપનાવીને તમે ચહેરાના વાળને દૂર કરી શકો છો અને ખોલાયેલી સુંદરતા ફરી મેળવી શકો છો.
ખાંડ અને લીંબૂ

ખાંડના પાણી અને લીંબુના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. ખાંડ અને લીંબુના મિશ્રણથી ચહેરા પરની ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. તો સૌ પ્રથમ 2 ચમચી ખાંડના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને ચહેરા પર જ્યા વાળ છે ત્યાં આ મિશ્રણ લગાવી રાખો અને તેને 15થી 20 મિનિટ આ રીતે જ રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારા ચહેરા પરના અણગમતા વાળથી છૂટકારો મળી શકે છે.

હળદર

હળદર વિશે તો સૌ કોઇને જાણકારી હશે કે હળદર ચહેરાની સુંદરતા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ માહિતી બહુ ઓછા લોકોને ખબર હશે તે હળદરના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. 1 કે 2 ચમચી હળદરનો પાઉડર લો અને પાણી કે દૂધ મિક્સ કરીને તેની ગટ્ટ પેસ્ટ બનાવો. તે બાદ જ્યાં વાળ હોય ત્યાં આ પેસ્ટ લગાવો અને 15 -20 મિનિટ રહેવા દો. હવે ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

કાચું પપૈયું

કાચા પપૈયાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો જરૂરી છે તે તમને ખબર નહી હોય. પરંતુ અંહી અમે તમને કાચા પપૈયાનો ઉપયોગ બતાવવા જઇ રહ્યા છીએ. પપૈયામાં પૅપૈન નામનો એન્ઝાઇમ રહેલો છે. આ એન્ઝાઇમ વાળને મૂળમાંથી કમજોર કરવામાં કાર્યરત છે. તો સૌ પ્રથમ 1 કે 2 ચમચી કાચા પપૈયાની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાઉડર લો. કાચા પપૈયાની પેસ્ટને હળદરના પાઉડરમાં બરાબર મિક્સ કરી લો અને તમારા ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં આશરે 15 મિનિટ સુધી આ પેસ્ટ લગાવીને મસાજ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આમ કરવાથી તમારા ચહેરા પર વાળા દૂર થઇ જશે.