Beauty Removes wrinkles, this face pack of coriander,effective on oily skin
  • Home
  • Fashion & Beauty
  • કોથમીરમાં ઉમેરો આ વસ્તુ, ચહેરા પરની કરચલી અને ઓઇલી ત્વચાથી મળશે છૂટકારો

કોથમીરમાં ઉમેરો આ વસ્તુ, ચહેરા પરની કરચલી અને ઓઇલી ત્વચાથી મળશે છૂટકારો

 | 1:11 pm IST

ઘરમાં કોથમીરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ ત્વચા માટે તે ખૂબ ફાયદાકારક છે. કોથમીરમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ, બીટા કૈરોટીન, વિટામીન સી અને ફોલેટ હોય છે. જે ત્વચાને ન માત્ર ફ્રી રેડિરલ્સને નીકાળીને બહાર કરે છે. પરંતુ તેને સોફ્ટ અને ચમકીલી પણ બનાવે છે.

કોથમીરમાં એન્ટી-ફંગલ પ્રોપર્ટીઝ હોય છે જે કોઇપણ પ્રકારની ત્વચાને ઇન્ફેક્શનથી બચાવે છે. તે સિવાય તે વધતી ઉંમરની અસરને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેમજ ઓઇલી સ્કિન માટે ફાયદાકારક હોય છે. તે ત્વચામાંથી વધારાના ઓઇલને શોષી લે છે. આ કારણથી ચહેરા પર ખીલ થતા નથી. તો આવો જોઇએ કેવી રીતે કોથમીરથી ત્વચાને ફાયદો થાય છે અને તેમાં શુ ઉમેરવાથી ત્વચાને લગતી સમસ્યા દૂર કરી શકાય છે.

ત્વચા પરની કરચલી

ત્વચાને ગોરી અને ઓઇલ ફ્રી બનાવવા માટે કોથમરીના પાનને પીસી લો અને તેમા એલોવેરા અને એક લીંબુ મિક્સ કરી લો. એલોવેરાના જેલનો ઉપયોગ કરવાની જગ્યાએ તેના પાન કે પલ્પનો ઉપયોગ કરવો જોઇએ. આ મિશ્રણને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવીને અડધો કલાક રાખો તે બાદ ઠંડા પાણીથી મોં ધોઇ લો. આ પેકથી ન માત્ર ચહેરા પર ચમક આવે છે પરંતુ તેનાથી ત્વચા પરની કરચલીઓ પણ ગાયબ થાય છે.

ડેડ સ્કિન માટે

કોથમીરને ચોખાના લોટની સાથે મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે. આ કોમ્બિનેશન ત્વચા માટે એક એક્સફોલિએટરની જેમ કામ કરે છે. એક કપ કોથમીરના પાન પીસી લો અને તેમા બે ચમચી ચોખાનો લોટ તેમજ એક લીંબુ મિક્સ કરી લો. ચહેરા પર લગાવીને અડધો કલાક માટે રાખો અને પાણીથી ચહેરાને ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન