Beauty Side Effect Of Hair color
  • Home
  • Fashion & Beauty
  • વાળમાં કલર કરાવતા પહેલા રાખો આ વાતનું ખાસ ધ્યાન, નહીંતર…

વાળમાં કલર કરાવતા પહેલા રાખો આ વાતનું ખાસ ધ્યાન, નહીંતર…

 | 12:33 pm IST

વાળમાં કલર કરાવવું આજકાલ એક ફેશન બની ગઇ છે. મોટી સંખ્યામાં મહિલાઓ તથા યુવતીઓ તેમના વાળમાં વાળમાં કલરકરાવે છે. જોકે આજના સમયમાં યુવા વર્ગમાં વાળમાં કલર કરાવવાનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતું શુ તમે જાણો છો કે વાળમાં કલર કરાવવાથી નુકસાન પણ થઇ શકે છે. જે અંગે તમને ખબર હોવી જોઇએ, નહીંતર કેટલાક નુકસાન થઇ શકે છે. તો આવો જોઇએ હેર કલરથી જોડાયેલા કેટલાક નુકસાન અંગે..

– સૌ પ્રથમ ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પણ વાળમાં કલરન કરાવવો જોઇએ. આમ કરવાથી મહિલાઓ તથા તેના થનારા બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાની સંભાવના વધી શકે છે. આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે જો ગર્ભવતી મહિલાઓ વાળમાં કલરકરાવે છે તો તેના બાળકને ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.

– વાળમાં કલરકરાવવાથી તમને અનેક ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમારી ત્વચા શુષ્ક થઇ જાય છે. નહીંતર ત્વચા ફાટવા લાગે છે. માટે બને ત્યાં સુધી હેર કલરનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.

– જો તમે વાળમાં રંગ કરાવો છો તો તમને ખબર હોવી જોઇએ કે આમ કરવાથી તમે તમારા વાળની વાસ્તવિક ચમક ખોઇ શકો છો. તેને કરવાથી વાળ કમજોર થઇ શકે છે તથા વાળ ખરવા પણ લાગે છે.

– કેટલીક વખત હેર કલરની તમારી આંખો પર ખરાબ અસર પડી શકે છે. માનવામાં આવે છે કે વાળમાં કલરકરવાથી તમારી આંખોની દ્રષ્ટિ પણ ઓછી થઇ શકે છે. એવામા યુવા વર્ગના લોકોએ વાળમાં કલરકરાવવાથી દૂર રહેવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.