સ્લિમ ચહેરા માટે કરો આ 3 ફેશિયલ એક્સર્સાઇઝ, કરચલી પણ થશે ગાયબ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • સ્લિમ ચહેરા માટે કરો આ 3 ફેશિયલ એક્સર્સાઇઝ, કરચલી પણ થશે ગાયબ

સ્લિમ ચહેરા માટે કરો આ 3 ફેશિયલ એક્સર્સાઇઝ, કરચલી પણ થશે ગાયબ

 | 4:22 pm IST

ખરાબ ખાણી-પીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે ચહેરા પર ડાઘ-ધબ્બા અને કરચલીઓ દેખાવવા લાગે છે. તે સિવાય વજન પણ વધવા લાગે છે. વધતા વજનની અસર સીધી ચહેરા પર જોવા મળે છે. ચહેરા પર ડબલ ચિન આવવા લાગે છે. જેનાથી ચહેરો ગંદો લાગે છે. ડબલ ચિન, ચહેરાની સ્થૂળતા અને કરચલીઓ ઓછી કરવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામા કેટલીક ફેશિયલ એકસર્સાઇઝ કરની તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આજે અમે ત્રણ ફેશિયલ એકસર્સાઇઝ અંગે જણાવીશુ જે તમારા ચહેરાની સુંદર અને યોગ્ય શેપ લાવવામાં ખૂબ હેલ્પફુલ થશે.

ફિશ ફેસ એકસર્સાઇઝ
ફિશ ફેસ એકસર્સાઇઝ કરવાથી ચહેરાની ચરબી ખૂબ ઝડપથી ઓછી થાય છે. આ એકસર્સાઇઝ કરવામાં પણ ખૂબ સહેલી છે. આ એકસર્સાઇઝ કરવા માટે તમે તમારા ગાલને અંદરની તરફ ખેંચી લો. જેમ કે કોઇ વસ્તુ ચૂસી રહ્યા હોય. હવે તમારા હોઠને બહારની તરફ નીકાળી દો. તમારો ચહેરો બિલકુલ માછલી જેવો દેખાવવા લાગશે. આશરે અડધો કલાક માટે આ પોઝિશનમાં રહો. હવે 10 સેકન્ડ માટે સમાન્ય અવસ્થામાં આવી જશે. ફિશ ફેસ એકસર્સાઇઝને દિવસમાં ઓછામાં ઓછી 10 વખથ કરો. સતત તેને કરવાથી થોડાક દિવસોમાં તમને ફરક જોવા મળશે.

કિસિંગ ધ સ્કાઇ એકસર્સાઇઝ
જે લોકોની ડબલ ચીન છે તે લોકો માટે આ એકસર્સાઇઝ ખૂબ ફાયદાકારક છે. આ એક્સર્સાઇઝને કરવાથી તમારી દાઢીને પરફેક્ટ ટોન મળશે. તેની સાથે જ માંસપેશીઓ પણ મજબૂત થશે. એકસર્સાઇઝ કરવા માટે કોઇ જગ્યા પર સીધા બેસી જાવ, હવે તમારી ગરદનને પાછળની તરફ નમાવવાનું શરૂ કરો. ત્યાર પછી તેને ઉપરની તરફ જુઓ અને આંખો બંધ કરી લો. હવે હોઠને એવો આકાર આપો જાણે કે તમે કોઇને કિસ કરવાના છો. 10 સેકન્ડ માટે આ પોઝિશનમાં રહો, હવે આ કસરતને ઓછામાં ઓછી 10 વખત કરો.

માઉથ વોશ મૂવ એક્સર્સાઇઝ
રોજ બ્રશ કર્યા બાદ માઉથ વોશ મૂવ એક્સર્સાઇઝ કરો. નિયમિત રીતે આ એકસર્સાઇઝ કરવાથી ડબલ ચિન અને ચહેરાની વધારાની ચરબી ઓછી થઇ જશે. તે સિવાય માઉથ વોશ મૂવ એકસર્સાઇઝ કરવાથી ચહેરાની માંસપેશીઓમાં બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થવા લાગશે. સૌ પ્રથમ મોં બંધ કરીને એક જગ્યા પર ઉભા રહો. હવે મોંમાં હવા ભરો અને એક ગાલને બીજા ગાલ તરફ મૂવ કરો. જેમ કે તમે કોગળા કરી રહ્યા છો. આ એકસર્સાઇઝને દિવસમાં 10 વખત કરો. થોડાક જ દિવસમાં તમને ફરક જોવા મળશે.