ટાંકા કે કોઇપણ પ્રકારના નિશાન દૂર કરવા ફોલો કરો આ Tips - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ટાંકા કે કોઇપણ પ્રકારના નિશાન દૂર કરવા ફોલો કરો આ Tips

ટાંકા કે કોઇપણ પ્રકારના નિશાન દૂર કરવા ફોલો કરો આ Tips

 | 3:00 pm IST

બાળપણમાં રમત -ગમત કે કોઇ અન્ય દુર્ઘટનામાં ઇજા થઇ હોય તેના નિશાન શરીર પર રહી જાય છે. પરંતુ જો આ નિશાન ત્વચા પર હોય તો તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઓપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાન દૂર કરવા માટે અનેક પ્રકારની ક્રિમ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ઘરેલું ઉપચારથી પણ છૂટકારો મળી શકે છે. આજે અમે તમને આ નિશાનોને દૂર કરવા માટે ઘરેલું ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ. જેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી.

• જો તમને પણ કઇ ઇજા થઇ હોય અને તે ઇજાના નિશાનને એક અઠવાડિયામાં રાહત મેળવવા તમે ડાઘ પર કાકડીનો રસ અને ફેસપેક લગાવો.જેથી નિશાન આછા થઇ જશે.

• ડુંગળીના રસને કોટન (રૂ)ની મદદથી ડાઘ પર લગાવો. તમે આ રસને દિવસમાં ઘણી વાર તમારા ડાઘ પર એપ્લાય કરી શકો છો. જેથી ડુંગળીનો રસ સૂજન અને જ્વલનને ઓછું કરવાના કામમાં મદદ કરે છે.

• બેકિંગ સોડાથી એક અઠવાડિયામાં ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને તમે થોડોક સમય ઇજા થયેલાના નિશાન પર લગાવી રાખો. તેની પર ધીમે ધીમે મસાજ કરો અને બાદમાં નવશેકા પાણીથી ધોઇ લો.

• જો તમે કોઇપણ પ્રકારના ડાધથી પરેશાન છો તો મધ સૌથી જુનો ઉપાય છે.ડાઘથી રાહત મેળવવા માટે તમે આર્ગેનિક મધ ખરીદી શકો છો. જેમા ઓટમીલ અને પાણી મિક્સ કરીને પેક તૈયાર કરી લો. હવે આ પેકને નિશાન વાળી જગ્યા પર લગાવો.

• એલોવેરા જેલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ડાઘ પર લગાવવાથી દરેક સમસ્યાથી છૂટકારો મળે છે. રાત્રે તેનો ઉપયોગ કરવાથી ત્વચાને જલદી જ ફાયદો મળશે.

• કોઇપણ પ્રકારના નિશાનને દૂર કરવા માટે કોકો બટર પણ ઘણી ઉપયોગી છે. તેને લગાવવાથી તમારી ત્વચા નરમ થઇ જશે. સાથે તે તમારી ત્વચા પર કોલાજેનને વધવાથી રોકે છે. દિવસમાં ત્રણવાર કોકો બટરને ડાઘ વાળી જગ્યા પર મસાજ કરવાથી ડાઘ દૂર થાય છે.