Stretch marks problems will disappear within 30 days
  • Home
  • Fashion & Beauty
  • માત્ર 30 દિવસમાં આ વસ્તુથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થશે ગાયબ

માત્ર 30 દિવસમાં આ વસ્તુથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થશે ગાયબ

 | 4:31 pm IST

મહિલાઓ અને યુવતીઓમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ખૂબ સામાન્ય છે અને તેને દૂર કરવા માટે મહિલાઓ અનેક ઉપાયો કરે છે. પરંતુ સૌથી સરળ અને બેસ્ટ ઘરેલું ઉપાય છે. આવો જોઇએ કે કઇ એવી વસ્તુઓ જેનાથી તમે સહેલાઇથી સ્ટ્રેચ માર્ક્સને દૂર કરી શકો છો.

– એલોવેરાને ત્વચાનો બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવે છે કારણકે ત્વચાથી સંબંધી દરેક સમસ્યાનો ઇલાજ એલોવેરાથી સંભવ છે. એલોવેરા ત્વચાના ટિશૂજને જનરેટ કરવામાં મદદ કરે છે. તેમા હીલિંગ અને એન્ટી ઇફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે.

– કેમોમાઇલ ચા પણ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે. જોકે કોઇપણ એવી વસ્તુ જેમા એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી હોય છે. તે સ્કિન સંબંધી દરેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેથી તેનાથી સ્ટ્રેચ માર્ક્સ કે ડાઘ-ધબ્બા દૂર થાય છે.

– લીંબુમાં એટલા ગુણ હોય છે કે તેમનો અંદાજ પણ લગાવી શકાય નહીં. તમારી ત્વચામાં ચમકને વધારવા અને ડાઘ-ધબ્બા દૂર કરવા સિવાય તેની મેડિસિનલ વેલ્યું પણ છે. તે સિવાય લીંબુ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં પણ મદદ કરે છે. જોકે લીંબુમાં કુદરતી બ્લીચિંદ એજન્ટ હોય છે કારણકે તેમા સિટ્રિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી જ્યારે તેને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર લગાવવામાં આવે છે. તો તે ધીમે-ધીમે હળવા થઇ થોડાક દિવસમાં ગાયબ થઇ જાય છે.

– નારિયેળ તેલ પણ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. રોજ નારિયેળ તેલથી સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર મસાજ કરવાથી સમયની સાથે તે ઓછા થઇ જાય છે. નારિયેળ તેલમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇન્ફલેમેટરી પ્રોપર્ટી હોય છે જે ત્વચામાં એબ્જોર્બ થઇ જાય છે અને સ્કિન સંબંધી કોઇપણ પ્રકારની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

– આ કુદરતી વસ્તુઓ સિવાય એકસર્સાઇજ પણ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. સ્ટ્રેચ માર્ક્સનું કારણ વધતું વજન પણ છે. જેથી એક્સર્સાઇજ કરશો તો તમે સ્વસ્થ રહેશો અને ક્યારેય પણ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા પણ થશે નહીં.