Beauty Summer Add lemon special thing to Multanimitti , skin glow like milk
  • Home
  • Fashion & Beauty
  • મુલતાની માટીમાં ઉમેરો આ ખાસ વસ્તુ, ત્વચા થઇ જશે ધોળી દૂધ જેવી

મુલતાની માટીમાં ઉમેરો આ ખાસ વસ્તુ, ત્વચા થઇ જશે ધોળી દૂધ જેવી

 | 3:45 pm IST

મુલતાની માટી ચહેરા પર ચમક લાવવા માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘણા લોકો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવાની રીત ખબર નથી. જેના કારણે તેનો ફાયદો થતો નથીય ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીનો ઉપયોગ છોકરીઓથી લઇને છોકરાઓ દરેક લોકો કરે છે.

આજે અમે તે પેક અંગે જણાવીશું તેનાથી તમારી ત્વચાની કાળાશ દૂર થશે સાથે જ તમારી ત્વચામાં ચમક આવી જશે. જે ત્વચા પરના ઓઇલને દૂર કરવાની સાથે ફ્રેશ બનાવે છે. તો આવો જોઇએ સ્કિનથી કાળાશ દૂર કરવા માટે કેવી રીતે ફેસપેક બનાવવો જોઇએ.

સામગ્રી

2 ચમચી – મુલતાની માટી
1 ચમચી – એલોવેરા
1/2 નંગ – લીંબુ
જરૂરિયાત મુજબ – ગુલાબજળ
એક ચપટી – હળદર

બનાવવાની રીત

સૌ પ્રથમ દરેક વસ્તુનને એક બાઉલમાં લઇ લો.
હવે આ પેસ્ટને ન વધારે પાતળી અને ન વધારે ઘટ્ટ રાખો.
જ્યારે દરેક વસ્તુઓ બરાબર મિક્સ થઇ જાય એટલે તેને ચહેરા પર હાથ કે બ્રશની મદદથી લગાવો.
આ ફેસપેકને તમારા ચહેરા, ગરદન અને કાન પર લગાવો.
તેનાથી ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને બાદમાં સાદા પાણીથી ધોઇ લો.

આ રીતે કરો ઉપાય

જો તમારી સ્કિન સન બર્નના કારણે કાળી પડી ચુકી છે કે પછી ઓઇલી થવાના કારણે તેની પર વધારે પ્રમાણમાં ખીલ થવા લાગ્યા છે તો તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. આ પેક પોર્સને અંદરથી સાફ કરે છે. જેનાથી સ્કિન પરથી ઓઇ દૂર થાય છે. તેમા ઉમેરવામાં આવતું લીંબુ સ્કિનને તરત જ બ્રાઇટ બનાવે છે. જ્યારે હળદરથી ચહેરા પરથી એક્ને અને ખીલની સમસ્યા દૂર કરે છે. તેમા રહેનારા એન્ટી સેપ્ટિક ગુણ ખીલમાં છુપાયેલા બેક્ટેરિયાનો સફાયો કરી શકાય છે.

આ પણ જુઓ : શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યને સુધારે તેવા 5 સુપર ફુડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન