Beauty Surgery or injury marks remove home remedy
  • Home
  • Fashion & Beauty
  • સર્જરી હોય કે ઇજાના નિશાન, માત્ર 7 દિવસમાં દૂર કરો આ નિશાન

સર્જરી હોય કે ઇજાના નિશાન, માત્ર 7 દિવસમાં દૂર કરો આ નિશાન

 | 3:45 pm IST

બાળપણમાં રમત-રમતમાં ઇજા થવી સામાન્ય વાત છે. આ ઇજાના ઘા સારા થઇ જાય છે. પરંતુ તેના નિશાન રહી જાય છે. ચહેરા કે શરીરના કોઇપણ ભાગ પર ઇજાના નિશાન જોવામાં ખૂબ ગંદા લાગે છે. આ નિશાનની અસર આપણી માનસિકતા પર પડે છે. આજ કારણ છે કે ખાસ કરીને લોકો સુંદર દેખાવવા અને ઇજાના નિશાનને દૂર કરવા માટે લેજર ટ્રીટમેન્ટ અને સર્જરી કરાવે છે. પરંતુ આ દરેકમાં ખૂબ ખર્ચો થાય છે. એવામાં કેટલાક ઘરેલું ઉપાયથી સહેલાઇથી ઇજાના નિશાનને દૂર કરી શકાય છે.

ચંદન
ચહેરા પરના ઇજાના નિશાન દૂર કરવા માટે એક ચમચી ચંદન પાઉડરમાં થોડૂંક ગુલાબજળ અને 2 ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર ઓછામાં ઓછા એક કલાકલ લગાવી રાખો. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ઇજાના નિશાન ગાયબ થવા લાગશે.

લીંબુ
ઇજાના નિશાનને ગાયબ કરવા માટે લીંબુ પેસ્ટ બેસ્ટ છે. લીંબુમાં બ્લિચિંગના ગુણ હોય છે. જે ઇજાના નિશાનને હળવા કરવામાં મદદરૂપ હોય છે. પરંતુ ધ્યાન રહે કે લીંબુ વધારે ન રગડવું જોઇએ.

મધ
ત્વચા પર મધ લગાવવાથી ડેડ ટિશૂ અને સેલ્સ સહેલાઇથી બહાર નીકળી જાય છે. રોજ મધના થોડાક ટીંપા ઇજાના નિશાન પર લગાવવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

કાકડી
કાકડી ડ્રાય ત્વચામાં ભેજ લાવવાનું કામ કરે છે. ત્વચાને મુલાયમ બનાવવાની સાથે કાકડી ઇજાના નિશાન દૂર કરવામાં ખૂબ મદદરૂપ હોય છે.

એલોવેરા
એલોવેરા જેલ ચહેરા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરા જેલને ઇજાના નિશાન પર લગાવો. રાત્રે તેનો ઉપયોગ કરવાથી અઢળક ફાયદા મળે છે.