Beauty The fingers of the hands are gone dark home remedy
  • Home
  • Fashion & Beauty
  • હાથની આંગળીઓ પડી ગઇ છે શ્યામ છે તો અજમાવો ઘરગથ્થુ ઉપાય

હાથની આંગળીઓ પડી ગઇ છે શ્યામ છે તો અજમાવો ઘરગથ્થુ ઉપાય

 | 7:29 pm IST

યુવતીઓ હાથની આંગળીઓને સુંદર દેખાડવા માટે કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વખત તેમની આંગળીના સાંધા શ્યામ હોવાને કારણે તેમને શરમ અનુભવવી પડે છે. જેના માટે તે સારામાં સારી નેઇલ પોલિશ લગાવે કે જ્વેલરીનો ઉપયોગ કરી લે.પરંતુ તે શ્યામ જ દેખાય છે. તો શ્યામ આંગળીઓની કાળાશ દૂર કરી તેને ગોરી બનાવવા માટે કેટલાક ઘરગથ્થું ઉપચાર છે. જેનાથી તમે તમારી આંગળીઓની સુંદરતામાં વધારો કરી શકો છો.

બેકિંગ સોડા
નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો અને તેમા તમારા હાથને 10 મિનિટ સુધી દૂબાડી રાખો. ત્યાર પછી હાથને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 2-3 વખત ધોઇ લો.

બદામનું તેલ
બદામના તેલમાં એવા પોષક તત્વ હોય છે જે કાળાશને દૂર કરવ માટે મદદ કરે છે. આ ઉપચાર કરવા માટે તમે ગુલાબજળમાં બદામનું તેલ મિક્સ કરી લો અને ત્યાર પછી તેને આંગળીના સાંધા પર લગાવી લો. તે સૂકાઇ ગયા બાદ તેને હળવા પાણીથી ધોઇ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વખત કરો.

ચણાનો લોટ
ત્વચામાં ચમક લાવવા માટે ચણાનો લોટ ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે અડધી ચમચી ચણાના લોટમાં એક ચમચી પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.હવે આંગળી પરની કાળાશ દૂર કરવા શ્યામ ભાગ પર મસાજ કરો અને તે પછી નવશેકા ગરમ પાણીથી ધોઇ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 4-5 વખત કરો.

મધ અને લીંબુથી બ્લીચ
આંગળીની કાળાશ દૂર કરવા અને ચમક લાવવા માટે લીંબુ અને મધ અસરકારક ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો અને તેને આંગળી પર થોડીક મિનિટ લગાની રાખો. તે બાદ હાથને પાણીથી ધોઇ લો. સતત અઠવાડિયું આ ઉપાય કરવાથી કાળાશ દૂર થશે.

ખાંડથી સ્ક્રબ
આંગળીઓમાં ચમક લાવવા માટે ખાંડનું સ્ક્રબ ખૂબ ઉપયોગી છે. જે દરેક પ્રકારની ત્વચા માટે બેસ્ટ છે. ખાંડ અને મધને મિક્સ કરીને આંગળીઓ પર લગાવો અને તે હળવું સૂકાઇ જાય તેના સ્ક્રબ કરો અને બાદમાં તેને ધોઇ લો.