Beauty The harmful protein powder for the face, increases the acne
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા માટે નુકસાનકારક આ પાવડર, ખીલમાં થાય છે વધારો

ત્વચા માટે નુકસાનકારક આ પાવડર, ખીલમાં થાય છે વધારો

 | 8:15 am IST

શરીરને ફિટ રાખવા માટે લોકો આજકાલ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે. દૂધ, માખણ, સોયાથી બનેલા સૂકા પાવડર હોય છે. તેનાથી શરીરને લાભ તો થાય છે. પરંતુ સાથે નુકસાન પણ થાય છે. પ્રોટીન જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા હોય છે. વધારે પડતા ફિટનેસ પર ધ્યાન આપનારા અને બોડી બિલ્ડર સ્નાયુઓના વિકાસ માટે પાવડરનું સેવન કરે છે. પ્રોટીન પાવડર શરીરમાં પ્રોટીનની જરૂરિયાતને પુરી પાડે છે. પરંતુ તેનાથી ત્વચાને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

ખીલ
પ્રોટીન પાવડરમાં અનેક પ્રકારના હોર્મોન અને બાયોએક્ટિવ પેપ્ટાઇડ્સ હોય છે. જે સીબમમાં વૃદ્ધિ કરે છે. સીબમની વૃદ્ધિ ત્વચા પર ખીલની સમસ્યાના કારણે થાય છે. જેથી તમને ખીલ પણ વધી શકે છે.

પોષક તત્વની ઉણપ
શરીરમાં પોષક તત્વોની ઉણપ પ્રોટીન પાવડરનો વપરાશ કરવાથી થઇ શકે છે. જો તમે ઇંડા, દૂધ અને માંસ જેવી પ્રાકૃતિક પ્રોટીન ખાદ્ય પદાર્થનું સેવન કરો છો તો આવી સમસ્યા ઓછી થાય છે. પ્રોટીન પાવડર વધારે પ્રોટીન પ્રદાન કરે છે. જે ધનત્વ હોય છે. તેની ઉણપ પોષક તત્વોની ઉણપના કારણે થઇ શકે છે.

ઇન્ટેસ્ટાઇનલ માઇક્રોબાયોટા
તે પ્રોટીન લૈક્ટોફેરિન જેવા કેટલાક યૌગિકોના સ્ત્રોત હોય છે. જે યૌગિક અડલ્ટ ગટ ફ્લોરાના જોખમમાં વૃદ્ધિ કરે છે. તેનાથી પેટથી જોડાયેલી સમસ્યા થઇ શકે છે અને ગેસ તેમજ અપચાની સમસ્યા પણ થઇ શકે છે.

ટૉક્સિક થઇ શકે
સસ્તો પ્રોટીન પાવડર ઝેરીલો હોય છે. જે શરીર માટે હાનિકારક છે. તેમજ માથાના દુખાવો, થાક, કબજિયાત અને માંસપેશીઓના દુખાવાનું કારણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન