Beauty The Misnomer of Open Pores and How to Treat Them only 3 minute
  • Home
  • Fashion & Beauty
  • માત્ર 3 મિનિટમાં મળશે રાહત, ખુલ્લા રોમછિદ્રથી પરેશાન છો તો કરો આ ઉપાય

માત્ર 3 મિનિટમાં મળશે રાહત, ખુલ્લા રોમછિદ્રથી પરેશાન છો તો કરો આ ઉપાય

 | 2:07 pm IST

આપણા દરેક લોકોના ચહેરામાં નાના-નાના રોમછિદ્રો હોય છે. જેને પોર્સ પણ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પોર્સ વધારે ઓપન થઇ જાય છે એટલે કે તેનો આકાર વધી જાય છે અને તે જરૂરિયાતથી વધારે ખુલી જાય છે. આ કારણથી તેમા ધૂળ ઝડપથી અંદર જતી રહે છે અને ગંદકી એકઠી થવાથી ત્વચા પર ખીલ સહિતની અનેક સમસ્યાઓ થવા લાગે છે. જે તમારી સુંદરતામાં ડાઘ સમાન લાગે છે.

– ઘરે તમે સહેલાઇથી એક ઉપાય કરીને ખુલ્લા રોમછિદ્રથી રાહત મેળવી શકીએ છીએ. જેના માટે તમારે માત્ર બે વસ્તુઓની જરૂરત હોય છે જેમાથી એક છે નારિયેળ તેલ અને બીજુ છે લીંબુનો રસ. આ બન્નેનો ઉપયોગ કરીને તમે રોમછિદ્રને ટાઇટ કરી શકો છો.

– જેના માટે તમે એક મોટી ચમચી એકસ્ટ્રા વર્જિન નારિયેળ તેલ લો. તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે તેને બરાબર મિક્સ કરી લો.

– તેનો ઉપયોગ કરતા પહેલા ચહેરાને નવશેકા પાણી અને ફેસવોશથી બરાબર ધોઇ લો.

– ચહેરો ધોઇ લીધા બાદ આ મિશ્રણને ચહેરા પર બરાબર લગાવી લો અને 2-3 મિનિટ સુધી મસાજ કરો.

– થોડીક વાર મસાજ કર્યા બાદ નવશેકા પાણીમાં ભીના ટુવાલથી ચહેરાને બરાબર સાફ કરી લો.

– અઠવાડિયામાં ત્રણ-ચાર વખત આ પ્રયોગ કરવાથી તમને ચહેરામાં ફરક જોવા મળશે.

– તેમજ તમારા ઓપન પોર્સ એટલે કે રોમછિદ્ર સંકોચાઇ જશે અને ત્વચા પહેલાથી વધારે સાફ, ચિકણી અને ટાઇટ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન