Beauty The remedy is to remove the private parts at home
  • Home
  • Fashion & Beauty
  • બ્યુટી પાર્લર નહીં, પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા ઘરે જ કરો આ ઉપાય

બ્યુટી પાર્લર નહીં, પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા ઘરે જ કરો આ ઉપાય

 | 7:01 pm IST

શરીરમાં પ્રાઇવેટ પાર્ટની સફાઇ ખૂબ જરૂરી છે. પરસેવો અને ફૂગ ઇન્ફેક્શનનના કારણે ઘણી વાર પ્રાઇવેટ પાર્ટની કાળાશને લઇને યુવતીઓ પરેશાન રહે છે. ઘણા લોકો અંહી સ્વચછતાને શરીરના અન્ય અંગની તુલનામાં ધ્યાન આપતા નથી. પરંતુ જો સ્વિમિંગ વેર પહેરવાનું પસંદ કરો છે તે લોકો બિકીની એરિયાની સ્વચ્છતા અને કાળાશ દૂર કરવાને લઇને વધારે કોન્શિયસ હોય છે. જરૂરી નથી કે તમે દર વખતે બ્યુટી પાર્લર જઇને પ્રાઇવેટ પાર્ટની સફાઇ કે બ્લીચ કરાવો. ઘરે બેઠા પણ ઘણા ઘરેલું ઉપચારથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરી શકો છો.

મધ-ખાંડ-લીંબુ
મધ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી પ્રાઇવેટ પાર્ટ પર 15 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ પાણીથી ધોઇ લો. આમ એક અઠવાડિયું કરવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થઇ શકે છે.

એલોવેરાનો રસ
એલોવેરા ત્વચાને મુલાયમ અને હાઇડ્રેડ કરે છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. હવે તેને કોટનની મદદથી પ્રાઇવેટ પાર્ટ પર લગાવો. 20 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો.

હળદર-લીંબુ-દહી
1 ચમચી હળદર પાઉડરમાં 2 ચમચી લીંબુનો રસ અને દહી મિક્સ કરો. આ પેસ્ટને યોનિ ક્ષેત્ર પર 15 મિનિટ લગાવી રાખો. હવે તેને ઠંડા પાણીથી ધોઇ લો.

પપૈયું
પપૈયામાં રહેલા એન્જાઇમ્સ ત્વચાની કાળાશ દૂર કરે છે. પાકેલા પપૈયામાં મધ ઉમેરી પ્રાઇવેટ પાર્ટ પર લગાવવું. 20 મિનિટ બાદ ધોઇ લો. મધ ત્વચાને મુલાયમ બનાવે છે.

બટેટાનો રસ
બટેટાના રસથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થાય છે. બટેટામાં કેટાકોલિસ નામનું એન્જાઇમ હોય છે. જે જલદી કાળા ડાઘને દૂર કરે છે. દરરોજ સ્નાન કરતા પહેલા 10 મિનિટ સુધી બિકિની લાઇન પર બટેટાનો રસ લગાવો. તમે બટેટાના રસ સાથે લીંબુનો રસ મિક્સ કરી શકો છો. આમ કરવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ ઝડપથી દૂર થાય છે.

જૈતુન તેલ- લીંબુ
જૈતુનનું તેલ અને લીંબુ કાળાશ વાળી જગ્યા પર લગાવી 30 મિનિટ સુધી રહેવા દો. તે બાદ લીંબુ કાપીને તેની પર મીઠું લગાવી કાળાશ હોય ત્યાં રબ કરો અને 30 મિનિટ બાદ ગુલાબજળથી સાફ કરો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 3 વખત કરવાથી કાળાશ દૂર થઇ જાય છે.