Beauty These 1 Vegetable will remove acne and stain
  • Home
  • Fashion & Beauty
  • જિદ્દીમાં જિદ્દી ખીલ અને ડાઘ-ધબ્બાને દૂર કરશે આ 1 શાક

જિદ્દીમાં જિદ્દી ખીલ અને ડાઘ-ધબ્બાને દૂર કરશે આ 1 શાક

 | 4:46 pm IST

ચહેરા પર થતા ખીલની સમસ્યાને લઇને દરેક મહિલાઓ પરેશાન રહે છે. ચહેરા પર ડાઘ-ધબ્બા કે કોઇપણ પ્રકારની કરચલીઓ પડી જાય છે તો તે તમારી સુંદરતાનો અંત આવી જાય છે. કેટલીક વખત તમારા ચહેરા પર ખીલ પણ થઇ જાય છે. તો તેના ડાઘ દૂર કરવા માટે તમે કેટલાક ઉપચાર કરો પરંતુ કોઇ ફરક જોવા મળતો નથી. તો આજે અમે તમારી દરેક સમસ્યાના સમાધાન તરીકે લસણનો યોગ્ય ઉપયોગ જણાવીશું. જેની મદદથી તમે ચહેરાની સફાઇ કરી શકો છો. આવો જોઇએ લસણના અલગ-અલગ ઉપયોગથી કેવી રીતે ચહેરાને સાફ કરી શકાય.

લસણની પેસ્ટ

તમે ખીલ દૂર કરવા માટે લસણનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. લસણની પેસ્ટને તમે ખીલ પર 10 મિનિટ લગાવી રાખો. તે બાદ નવશેકા પાણીથી તમારો ચહેરો બરાબર સાફ કરી લો. આમ કરવાથી ખીલની સમસ્યા દૂર થશે.

મધ અને લસણ

લસણની 3 કળી લઇ લો તથા તેની પેસ્ટ બનાવીને તેનો રસ નીકાળી લો. આ રસને મધમાં મિક્સ કરી લો. મધ તમારી ત્વચામાં ભેજ યથાવત રાખે છે. આ પેસ્ટને તમે ખીલ તેમજ ડાધ-ધબ્બા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ ચહેરાને પાણીથી બરાબર ધોઇ લો. જેથી તમારા ચહેરા પરના ખીલથી કાયમ માટે છૂટકારો મળી શકે છે.

એલોવેરા – લસણ

તમને ખબર જ હશે કે એલોવેરા એક કુદરતી મોઇશ્ચાઇજર હોય છે. તમે તેનો ઉપયોગ લસણની સાથે કરીને ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરી શકો છો. તેના માટે તમે 3 લસણની કળી લઇને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એલોવેરાનો પલ્પ મિક્સ કરી મિશ્રણ બનાવી લો. આ પેસ્ટને 15-20 મિનિટ સુધી લગાવી રાખવાથી ચહેરા પર ચમક આવે છે. સાથે ચહેરા પરની દરેક સમસ્યાથી રાહત મળે છે.

લસણ અને હળદર

જો તમે લસણ કાચી ખાઓ છો અને તમને તેની સુગંધ પસંદ આવતી નથી તો તેમા હળદર મિક્સ કરી દો. આમ કરવાથી તેની અસર વધારે થશે. તથા તે યોગ્ય રીતે કાર્ય કરે છે. લસણની કળી લઇને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં 1 ટપટી હળદર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરાલ પર લગાવીને 20 મિનિટ રાખી મૂકો તે બાદ તમારો ચહેરો ધોઇ લો. આમ કરવાથી ઘણી રાહત મળી શકે છે.