આ 5 વસ્તુથી ઓછી થશે ચહેરાની ચરબી અને આવશે ચમક - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ 5 વસ્તુથી ઓછી થશે ચહેરાની ચરબી અને આવશે ચમક

આ 5 વસ્તુથી ઓછી થશે ચહેરાની ચરબી અને આવશે ચમક

 | 10:23 am IST

કેટલાક લોકોનો ચહેરો શરીરની સરખામણીમાં હેવી હોય છે. ચહેરા પર જમા થયેલી ચરબી સુંદરતાને ખરાબ કરી દે છે. તેને ઓછી કરવા માટે ચહેરાની એક્સર્સાઇઝની સિવાય જો તમે ખાવાની તરફ પણ ધ્યાન આપો તો તેનાથી ચહેરા પર જલદી ચરબી ઓછી કરી શકાય છે. આવો જોઇએ કઇ વસ્તુ તમારી ડાયેટમાં સામેલ કરીને તમે તમારા ચહેરાની ચરબીને ઓછી કરી શકો છો.

બદામ
બદામમાં રહેલા વિટામિન ઇ યુવી કિરણોને બ્લોક કરવાની સાથે-સાથે ચહેરા પર ચમક વધારવાનું કામ કરે છે. તે સિવાય પલાળેલી બદામમાં સામેલ ફાઇબર શરીરમાં એકઠી થયેલી ચરબીને પણ ઓછી કરે છે.

અળસીના બીજ
અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ડાર્કસ્પોટ અને કરચલી દૂર કરે છે. તે સિવાય આ બીજને તમે સ્નેક્સ પર ડ્રેસિંગ કરીને ખાઇ શકો છો. તેમજ ત્વચા ઇન્ફેક્શન અને વધારાની ચરબીને ઓછી કરવામાં પણ અળસીના બીજ ખૂબ ફાયદાકારક છે.

ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ ત્વચાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. તેનું સેવન કરવાથી ચહેરા પરના ખાડા ઓછા થાય છે. સાથે યુવી કિરણોથી બચાવ પણ કરે છે. તે સિવાય તે ચહેરા પરની ચરબીને ઓછી કરવામાં ખૂબ મદદગાર છે.

પાલક
પાલકના પાનનું સેવન ત્વચા માટે બેસ્ટ છે. તે કેન્સર સેલને વધવાથી પણ રોકે છે. પાલક શરીરમાં એકઠી થયેલી ચરબીને ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે.

ગ્રીન ટી
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ગ્રીન ટી યુવી કિરણોથી પણ બચાવ કરવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી ત્વચાની ચમક યથાવત રહે છે. તેની સાથે જ ગ્રીન ટી શરીરમાં એકઠી થયેલી ફેટને પણ ઓછી કરવામાં ખૂબ ઉપયોગી છે.