Beauty These home remedies will make your feet soft, Remove Creak
  • Home
  • Fashion & Beauty
  • નહીં રહે પગમાં એકપણ વાઢિયા, આ 3 વસ્તુથી દૂર થશે સમસ્યા

નહીં રહે પગમાં એકપણ વાઢિયા, આ 3 વસ્તુથી દૂર થશે સમસ્યા

 | 10:14 am IST

શરીર અને ચહેરાની સાથે-સાથે પગની સાચવણી કરની પણ ખૂબ જરૂરી હોય છે. ફાટેલી એડી જોવામાં તો ખરાબ લાગે છે પરંતુ કેટલીક વખત તેમાથી લોહી નીકળવા લાગે છે. જે ખૂબ દુખે છે. ફાટેલી એડીને કારણે લોકો તેમના મનગમતા ફૂટવેઅર પહેરી શકતા નથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાય તમારી સમસ્યાને ચપટીમાં દૂર કરી શકે છે. આવો જોઇએ ઘરે બેસીને કેવી રીતે તમારા પગની એડીને સુંદર બનાવી શકાય.

લીંબુ અને વેસેલીન

એડીને મુલાયમ બનાવવા માટે એક ચમચી વેસેલીનમાં એક લીંબુના રસને બરાબર મિક્સ કરી લો. રાતે સૂતા પહેલા આ પેસ્ટને તમારી ફાટેલી એડી પર લગાવીને રાખી મૂકો, સવારે ઉઠ્યા બાદ તમારા પગને પાણીથી બરાબર ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમારી એડી એકદમ કોમળ થઇ જશે.

સિંધવ મીઠુ

ગરમ પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરી લો અને તેમા પગને ડૂબાડીને થોડીક વાર બેસી રહો. આશરે 10 મિનિટ બાદ પ્યૂમિક સ્ટોનથી એડીને સ્ક્રબ કરો અને ફરીથી પાણીમાં પગ રાખી મૂકો. થોડીક વાર બાદ પગને બહાર નીકાળી લો અને તેની પર વેસેલીન કે બોડી લોશન લગાવો. આમ કરવાથી જલદી અસર જોવા મળશે.

મધ

ફાટેલી એડીને મધથી પણ સારી કરી શકાય. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝનું કામ કરે છે. રાતે સૂતા પહેલા હળવા ગરમ પાણીમાં અડધો કપ મધ મિક્સ કરી લો અને તેમા પગ ડૂબાડીને રાખો. વીસ મિનિટ બાદ પગને બહાર નીકાળીને સાફ ટુવાલથી લૂંછી લો.

ગુલાબ જળ અને ગ્લિસરીન

ગ્લિસરીન અને ગુલાબજળ એડીને કોમળ બનાવવા માટે એક બેસ્ટ ઉપાય માનવામાં આવે છે 3/4 ગુલાબજળ લો અને તેમા 1/4 ગ્લિસરીન મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એડી પર લગાવી લો અને થોડીક વાર બાદ નવશેકા પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી ફરક જોવા મળશે.

આ પણ જુઓ : પાકિસ્તાનના વડાપ્રધાને ફરીથી ભારત સાથે એક ઈન્ટરવ્યૂમાં યુદ્ધની વાત કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન