Beauty This one thing in the kitchen will increase Nail
  • Home
  • Fashion & Beauty
  • રસોડામાં પડેલી આ 1 વસ્તુથી રાતો રાત વધી જશે બુઠ્ઠા નખ

રસોડામાં પડેલી આ 1 વસ્તુથી રાતો રાત વધી જશે બુઠ્ઠા નખ

 | 3:41 pm IST

હાથની સુંદરતા નખ પર પણ નિર્ભર કરે છે. લાંબા અને ચમકદાર નખ કોઇપણ યુવતીની પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવવાનં કામ કરે છે. પરંતુ કેટલીક યુવતીઓના નખ ખૂબ જ જલદી તૂટી જાય છે કે પછી તે વધતા નથી. તૂટેલા તેમ બુઠ્ઠા નખ જોવામાં ખૂબ ગંદા લાગે છે. આજ કારણથી યુવતીઓ તેમના નખ વધારવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે. પરંતુ કોઇ ફાયદો થતો નથી. એવામાં તમે એક ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીને રાતો રાત નખ વધારી શકો છો. લસણથી નખ ચમકદાર અને લાંબા થાય છે.

લસણથી વધારો નખ
સૌ પ્રથમ લસણની 4-5 કળી લો. હવે તેને બરાબર છોલીને નખ પર રગડી લો. હવે તમારા હાથમાં નાના-નાના ટૂકડા વધે તો તેને ધીમે-ધીમે નખની અંદર ભરી લો. આમ કરવામાં થોડીક મહેનત લાગી શકે છે. પરંતુ તેનાથી ખૂબ ફાયદા થશે. આખી રાત લસણને નખમાં આ રીતે રાખી મૂકો. રોજ આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં નખ વધવા લાગશે.

તે સિવાય જો તમે તમારા નખને ખૂબ ઝડપથી વધારવા માંગો છો તો પોષક તત્વોથી ભરપૂર આહાર પણ તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો.