Beauty Tips facing acne problem know its reason and precaution
  • Home
  • Fashion & Beauty
  • ખીલની સમસ્યાને ન કરશો ઈગ્નોર, હોઈ શકે છે સ્વાસ્થ્યની ગરબડ

ખીલની સમસ્યાને ન કરશો ઈગ્નોર, હોઈ શકે છે સ્વાસ્થ્યની ગરબડ

 | 3:05 pm IST
  • Share

  • તમામ ઉંમરમાં થઈ શકે છે ખીલની સમસ્યા

  • મોટી ઉંમરે ખીલ થવાના અનેક કારણો હોઈ શકે છે

  • ખાનપાન અને લાઈફસ્ટાઈલની પણ થાય છે અસર

 

 
ઘણા લોકો માને છે કે ખીલની સમસ્યા ખાસ કરીને કિશોર અવસ્થામાં થાય છે પણ એક્સપર્ટ તેને ખોટી ઠેરવે છે. તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. તેની પાછળ પણ અનેક કારણો હોય છે જેમાં સ્થૂળતા, ચિંતા અને હોર્મોનલ અસંતુલન સામેલ છે.

 

ખીલ થવાના અનેક કારણો હોય છે

ખીલ પુરુષો અને મહિલાઓને સમાન રીતે થતી સમસ્યાઓમાંની એક છે. આ અનેક કારણોથી થઈ શકે છે. જેમકે હોર્મોનનું અસંતુલન, ચિંતા, ખોટી ખાનપાનની આદતો, વાળની દેખરેખની ખોટી આદત વગેકે. અનેક લોકો માને છે કે ખીલ કિશોર અવસ્થામાં થાય છે. આ એક ભ્રમ છે જેમાં કોઈ સચ્ચાઈ નથી. ખીલ 30-40 વર્ષની ઉંમરમાં પણ લોકો અને મહિલાઓમાં વિકસિત થઈ શકે છે.

આ કારણો પણ ખીલ માટે છે જવાબદાર

હોર્મોનનું અસંતુલન

જે મહિલાઓને આ ઉંમરમાં ખીલ થાય છે તેમને માસિક ધર્મની હિસ્ટ્રી જાણી લેવી જરૂરી બને છે. મહિલાઓમાં થનારા હોર્મોનલ ફેરફાર પણ ખીલનું કારણ બને છે.

 

ચિંતા

જો વ્યક્તિ ચિંતામાં રહે છે તો તેની ચિંતા કોઈને કોઈ રૂપમાં તેની સ્કીન પર જોવા મળે છે. ખીલ પણ આ ચિંતાનો એક ભાગ હોઈ શકે છે. કોઈ પણ પ્રકારના ખીલ કે સ્કીનની કોઈ અન્ય સમસ્યા જન્માવી શકે છે.

વધારે તડકો ન લાગવો

ખીલથી બચવા માટે સ્કીનને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચવું જરૂરી છે. વધારે તડકો લાગવાથી ખીલની સમસ્યા થઈ શકે છે. આ માટે તડકામાં નીકળતા પહેલા પોતાના ચહેરા પર સનસ્ક્રીન લગાવો.

સ્થૂળતા અને વધતું કોલેસ્ટ્રોલ

ખાનપાન તમારી સ્કીનની હેલ્થ પર મહત્ત્વનો પ્રભાવ પાડે છે. 30-40ની ઉંમરના વયસ્કમાં વધેલા કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાનો સંબંધ ખીલ સાથે હોય છે.

ખાંડ અને દૂધનું સેવન

જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો ખાંડ અને દૂધનું સેવન ઘટાડો અથવા તેનાથી દૂર રહો. તેઓએ કહ્યું કે વધારે ખાંડ અને દૂધ શરીરમાં ઈન્સ્યુલિન જેવા વિકાસ કારકને વધારે છે. જેના કારણે વધારે તેલ બનાવનારી ગ્રંથિઓ ઉત્તેજિત થાય ચે અને ખીલની સમસ્યા ગંભીર બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો