NIFTY 10,007.60 -114.30  |  SENSEX 32,082.86 +-287.18  |  USD 64.9700 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ગરમીના દિવસોમાં આ tips અપનાવી ચહેરાની સુંદરતા વધારો

ગરમીના દિવસોમાં આ tips અપનાવી ચહેરાની સુંદરતા વધારો

 | 3:20 pm IST

યુવતી હોય, સ્ત્રી હોય કે પુરૂષ દરેકનો સુંદર દેખાવ ગમે છે. એટલે જ લોકો નિયમિત રીતે ત્વચાની સાર-સંભાળ લેતાં હોય છે. પરંતુ ઉનાળો આવે કે ચહેરાનું નુર ઝાંખું પડી જાય છે. સનબર્ન, સ્કીન ટેન થઈ જવી, ઓઈલી ત્વચા, ખીલ આ તમામ સમસ્યાઓ ઉનાળામાં વકરે છે. જો કે આ વર્ષે તમારે સૌંદર્યલક્ષી સમસ્યાથી ચિંતીત થવાની જરૂર નથી. કારણ કે અહીં આજે એવી ટીપ્સ દર્શાવવામાં આવી છે જે તમને ગરમીના દિવસોમાં પણ સુંદર અને આકર્ષક દેખાવામાં મદદ કરશે.

– મુલતાની માટી, મધ, બદામનું તેલ, દૂધ મીક્ષ કરી ફેસપેક બનાવી ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો, ચહેરો નીખરી ઉઠશે.

– અઠવાડિયે એક વખત વાળમાં તેલ નાંખી મસાજ કરવી અને ગરમ પાણીમાં બોળેલો ટોવેલ માથા પર 10 થી 15 મિનિટ માટે બાંધી રાખવો. ગરમીના કારણે ખરતાં વાળ અટકશે.

– સુકા પડી જતાં હોઠ પર રોજ રાત્રે ઓલિવ ઓઈલથી મસાજ કરવી.

– બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.

– આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

– એક ચમચી મધને થોડાં પાણીમાં ઉમેરી અને ચહેરા તેમજ ગરદન પર લગાવવું. તે સુકાઈ જાય પછી તેને સાફ કરી લો.

– ગ્લિસરીનમાં લીંબુ ઉમેરી ત્વચા પર લગાવો અને 5 મિનિટ મસાજ કરો, ત્વચા પરના મૃતકોષ દૂર થશે.

– લીંબુ, ટામેટા અને કાકડીના રસને મીક્ષ કરો અને તેને ચહેરા પર લગાવો, આ ઉપાયથી સનબર્નની સમસ્યા દૂર થશે.