Beauty Tips Makeup Mistakes That Make You Look Older
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • મેકઅપ દરમિયાન ન કરો ભૂલો, ઉંમર કરતા દેખાશો વધુ વૃદ્ધ

મેકઅપ દરમિયાન ન કરો ભૂલો, ઉંમર કરતા દેખાશો વધુ વૃદ્ધ

 | 7:50 pm IST
  • Share

  • મેકઅપ કર્યા પછી મહિલાઓ દેખાય છે મોટી ઉંમરની

  • આવું થાય છે મેકઅપ સમયે કરેલી ભૂલોને કારણે

  • કઈ હોય છે એ ભૂલો, જે દેખાવને બનાવે છે વૃદ્ધ

સામાન્ય રીતે આપણે મેકઅપ ત્વચાને ડાઘ રહિત બનાવવા માટે અને લૂકને આકર્ષક બનાવવા માટે કરીએ છીએ. મેકઅપ કર્યા પછી, સ્ત્રીઓ કોન્ફીડેન્ટ અનુભવે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે મેકઅપ કર્યા બાદ મહિલાઓ વૃદ્ધ કે તેમની વાસ્તવિક ઉંમર કરતા વધુ મોટી ઉંમરની દેખાવા લાગે છે. જો તેઓ મેકઅપમાં કરતા સમયે કેટલીક ભૂલો કરે છે, તો તેઓ તેમની યોગ્ય ઉંમર કરતાં વધુ મોટી દેખાઈ શકે છે. તો ચાલો મેકઅપ વિશે કેટલીક એવી વાતો જાણીએ કે જે તમને આવી ભૂલો કરવાથી બચાવી શકે છે.

મેકઅપ કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો – 

બ્લશનો ઉપયોગ – ઘણી સ્ત્રીઓ તેમના ડ્રેસને મેચ કરવા માટે બ્લશનો ઉપયોગ કરે છે, જે અમુક સમયે તમારો લૂક ખરાબ કરી શકે છે. જ્યારે પણ બ્લશ પસંદ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે તેને હોઠના રંગ અથવા સ્કિન ટોનના આધારે પસંદ કરો. ગુલાબી, પીચ શેડ્સના બ્લશ ફેર અને મીડીયમ સ્કીન ટોન સાથે હંમેશા સારું લાગે છે.

લિપ લાઈનર – કેટલીક મહિલાઓ ડાર્ક રંગની લિપ લાઇનર લગાવવાનું પસંદ કરે છે. પરંતુ આમ કરવાથી તમારી ઉંમર વધુ દેખાવા લાગે છે. જો તમે લિપ લાઈનર ખરીદી રહ્યા છો, તો પછી તેને લિપસ્ટિકના કલર સાથે મેચ કરો અથવા હોઠ સાથે મેચ કરો.

ફાઉન્ડેશન – જો તમારી ત્વચા શુષ્ક હોય, તો પછી પાવડર ફાઉન્ડેશન ટાળો. જો ચહેરા પર વધારે પડતું ફાઉન્ડેશન લગાવશો તો ચહેરા પર કરચલી અને ફાઇન લાઇન્સને ઢાંકવાને બદલે તે વધુ હાઈલાઈટ કરશે. હંમેશા તમારી સ્કિન શેડ સાથે મેળ ખાતુ ફાઉન્ડેશન ખરીદો.

આઈશેડો – જો તમે આઇશેડોમાં બ્રાઈટ લાલ, વાદળી, લીલા રંગનો ઉપયોગ કરો છો, તો તે તમારો લૂક વૃદ્ધ બનાવશે. એવામાં આઈશેડો માટે બ્રાઉન અને મરૂન રંગના શેડ્સ પસંદ કરો.

મસ્કરા અને આઈલાઈનર – હંમેશા તેને પાંપણોની ઉપર અને નીચેના બંને ભાગોમાં લગાવો. તમે પાંપણોને લાઈન કરવા અને લાઈનરને સ્મજ કરવા માટે સોફ્ટ આઈપેન્સિલ પસંદ કરી શકો છો. હંમેશા નીચેની લાઈન સોફ્ટ કરો.

કન્સિલર – વધુ પડતા કન્સિલરનો ઉપયોગ કરવાથી પણ તમે પોતાની ઉંમર કરતા વધુ ઉંમરના દેખાશે. એટલે તેનો વધુ પડતો ઉપયોગ ટાળો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો