Beauty Tips Milk Powder for Glowing and Beautiful Skin
  • Home
  • Fashion & Beauty
  • ચમકતી ત્વચા માટે આ રીતે વાપરો મિલ્ક પાઉડર, જાણી લો કામની ટિપ્સ

ચમકતી ત્વચા માટે આ રીતે વાપરો મિલ્ક પાઉડર, જાણી લો કામની ટિપ્સ

 | 10:38 am IST
  • Share

  • દૂધ જ નહીં, દૂધનો પાવડર પણ ત્વચાને આપે છે ફાયદો

  • ત્વચાને ચમક અને ડાઘ રહિત બનાવવામાં અસરકારક

સુંદર અને ચમકતી ત્વચા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરે છે, ઘરેલુ ફેસપૅકનાં ઉપાયો કરે છે. પરંતુ દરેક વખતે સુંદર દેખાવાની ઈચ્છા પૂરી થતી નથી. એવામાં જો તમે પણ ચહેરાની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરો. મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને, ચમકદાર અને નરમ ત્વચા મેળવી શકાય છે. ડાઘ અને ટેનિંગ જેવી સમસ્યાઓ દૂર કરીને ત્વચાને ડાઘ રહિત બનાવવામાં અસરકારક છે. તમે ચહેરા પર મિલ્ક પાવડરનો ઉપયોગ સ્ક્રબ, પેક અને સીરમ તરીકે કરી શકો છો.

ચહેરા પર મિલ્ક પાવડરનો ઉપયોગ બે રીતે ઉપયોગ કરી શકાય –

સ્ક્રબ –
ત્વચા પર ચમક, નરમાશ, ભેજ અને સુંદરતા મેળવવા માટે ચહેરા પર મિલ્ક પાવડરનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરી શકો છો. એ માટે બે ચમચી મિલ્ક પાવડર લો અને તેમાં અડધી ચમચી કોફી પાવડર મિક્સ કરો. હવે તેમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને હળવા હાથે પાંચથી સાત મિનિટ સુધી સ્ક્રબ કરો. આ પછી, તેને ચહેરા પર બીજી પાંચ મિનિટ માટે રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

ફેસ પેક –
મિલ્ક પાવડરના ફેસપૅકથી ત્વચા સાફ થશે અને ત્વચા પર ચમક આવશે. સાથે જ ત્વચા પરથી ટેનિંગ દૂર કરીને ત્વચા નરમ પણ બનશે. મિલ્ક પાવડરનો ફેસ પેક બનાવવા માટે, બે ચમચી મિલ્ક પાવડર લો. હવે તેમાં બે ચપટી હળદર અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરો. આ પછી, બે-ત્રણ ચમચી ગુલાબજળ મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને વીસ મિનિટ માટે રહેવા દો. પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો