શુ દાંત પર ફેલાય છે તમારી Lipstick તો અજમાવો આ બ્યુટી ટિપ્સ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • શુ દાંત પર ફેલાય છે તમારી Lipstick તો અજમાવો આ બ્યુટી ટિપ્સ

શુ દાંત પર ફેલાય છે તમારી Lipstick તો અજમાવો આ બ્યુટી ટિપ્સ

 | 6:45 pm IST

લિપસ્ટિક લગાવવાથી ચહેરાની સુંદરતામાં ખૂબ વધારો થાય છે. આજકાલ વધારે યુવતીઓ લાલ રંગની લિપસ્ટિક લગાવવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક વાર તેમની લિપસ્ટિક દાંત પર ફેલાય જાય છે. જેનાથી તેને શરમ અનુભવવી પડે છે. એવામાં લિપસ્ટિક લગાવતા પહેલા ઘણી એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જોઇએ જેનાથી તમારા દાંત પર લિપસ્ટિક લાગશે નહી. આવો જોઇએ એવી જ અનેક ટિપ્સ…

  • લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર પહેલા પેટ્રોલિયમ જેલી લગાવી લો. જેથી લિપસ્ટિક ફેલાઇને દાંત પર લાગશે નહી.
  • ચીકણા હોઠ પર લિપ્સ્ટિક ઝડપથી ફેલાવવા લાગે છે. એવામાં લિપસ્ટિક લગાવતા પહેલા હોઠને બરાબર સાફ કરી લો. જેથી તે દાંત પર ફેલાશે નહીં.
  • હંમેશા લિપ બ્રશની મદદથી લિપસ્ટિક લગાવવી જોઇએ. જેતી લિપસ્ટિક યોગ્ય રીતે હોઠ પર લગાવી શકાય. તેમજ બ્રશનો ઉપયોગ કરવાથી લિપસ્ટિક બહાર ફેલાશે નહી.
  • લિપસ્ટિક લગાવ્યા બાદ હંમેશા એક ટિશ્યુ પેપરને ફોલ્ડ કરીને હોઠ વચ્ચે દબાવી રાખો. જેથી વધારાની લિપસ્ટિક નીકળી જશે અને દાંત પર પણ લિપસ્ટિક લાગશે નહી.
  • લિપસ્ટિક લગાવતી વખતે ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. હંમેશા લિપસ્ટિક લગાવતા પહેલા લિપ લાઇનરનો ઉપયોગ કરો. જેથી લિપસ્ટિક હોઠથી બહાર નીકળશે નહી. તેમજ દાંત પર લિપસ્ટિક લાગવાનો ખતરો પણ નહી રહે.
  • બજારમાં લિપસ્ટિકની ઘણી ક્વોલિટી ઉપલબ્ધ છે. એવામા તમારી લિપસ્ટિક ફેલાઇ રહી છે તો હંમેશા મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરો. તે તમારા દાંત પર લાગશે નહી અને લાંબા સમય સુધી હોઠ પર રહેશે.