બટેટાના રસના ઉપયોગથી વાળને બનાવો લાંબા અને ભરાવદાર - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • બટેટાના રસના ઉપયોગથી વાળને બનાવો લાંબા અને ભરાવદાર

બટેટાના રસના ઉપયોગથી વાળને બનાવો લાંબા અને ભરાવદાર

 | 2:45 pm IST

બટાટા એક સમાન્ય શાક છે. જેનો ઉપોયોગ નિયમિત રીતે અનેક પ્રકારના ભોજન બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે બટાટાની સહાયતાછી તમારી સુંદરતામાં નિખાર આવી શકે છે. બટાટુ દરેક લોકોના ઘરમાં સહેલાઇથી મળી જાય છે. ઘણાં લોકો જાણે છે કે તેનાથી આંખો નીચેના ડાર્ક સર્કલ ઓછા થાય છે. તેમજ બટાટા ફક્ત ચહેરાને જ નહી વાળને પણ સુંદર બનાવે છે. જો વ્યક્તિનો ચહેરો સુંદર હોય છે. પરંતુ તેના વાળ ન હોયતો સુંદરતા ફીકી પડી જાય છે. તો આજે અમે કેટલાક ઘરેલું નુસ્ખા છે. જેની મદદથી તમે સુંદર અને ભરાવદાર વાળ મેળવી શકો છો. જો તમે બટાકાના રસથી નિયમિત રૂપથી વાળ ધોશો તો તેનું પરિણામ અવશ્ય જોવા મળશે.

બટેટામાં વિટામિન સી અને બી રહેલા છે. તે સિવાય તેમા ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મોટા પ્રમાણમાં રહેલા છે. આ દરેક તમારી ત્વચા અને શરીર માટે આવશ્યક તત્વ હોય છે.જે તમારી ત્વચા અને શરીર માટે ઘણા આવશ્યક તત્વ છે. તેમા મુખ્ય રીતે સ્ટાર્ચ રહેલું છે. સ્ટાર્ચ ત્વચાની કોશિકાઓને થયેલ ક્ષતિને સુધારવાનું કામ કરે છે. તે ઉપરાંત વાળની પણ સુરક્ષા કરે છે.

• કાચા બટાટના રસથી વાળને ધોવાથી વાળ મજબૂત બને છે. સાથે જ વાળ ભરાવદાર બને છે અને ચમક પણ આવે છે. આ ઉપાયને મહિનામાં બે વાર કરવાથી ફાયદો થશે.
• જો તમારા વાળ વધુ પડતા ખરે છે, તો બટાટાનો રસ કારગર ઉપાય છે. બટાકાના રસને નારિયેલ તેલ અને જૈતુનના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ઘણો ફાયદો થાય છે અને થોડાક દિવસમાં ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
• જો તમારી માથાના વાળની ચામડી તૈલી છે તો તેના પર બટાટાના રસનો ઉપયોગ ખૂબ ફાયદાકારક રહેશે.બટાટામાં રહેલા અનેક તત્વો ઓઇલને શોષી લે છે.
• તમારા વાળમાંથી જૂનો રંગ હટાવી નવો રંગ લગાવવા માંગે છો તો બટાકાના રસથી ઘણો લાભ થઇ શકે છે. બટાટા વાળમાં બ્લીચ કરવાનું કામ કરે છે.
• તેમજ જો બટાટાનો રસ તમારા ચહેરાને સુંદર બનાવી શકે છે, તો સાથે જ તમારા વાળની ઘણી સમસ્યાઓથી છૂટકારો પણ અપાવી શકે છે અને વાળ પણ લાંબા થાય છે..