3 દિવસમાં દૂર કરો અંડરઆર્મ્સની કાળાશ, અજમાવો આ એક ઉપાય - Sandesh
NIFTY 10,464.00 +33.65  |  SENSEX 34,484.27 +139.36  |  USD 68.4000 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 3 દિવસમાં દૂર કરો અંડરઆર્મ્સની કાળાશ, અજમાવો આ એક ઉપાય

3 દિવસમાં દૂર કરો અંડરઆર્મ્સની કાળાશ, અજમાવો આ એક ઉપાય

 | 6:51 pm IST

કેટલીક વાર અંડરઆર્મ્સમાં ખોટી પ્રોડક્ટ તે લેઝરનો ઉપયોગ કરવાથી કાળાશ પડી જાય છે. તે કાળાશને દૂર કરવા માટે મતે ઘણી હાર્મફુલ પ્રોડક્ટનો સહારો લો છો. પરંતુ તમારી સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી. તો તમે આ પ્રોડક્ટના ઉપયોગની જગ્યાએ ફક્ત એક નુસખાથી ત્રણ દિવસમાં તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર થઇ જશે. આવો જોઇએ કુદરતી રીતે અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવાનો અસરદાર ઉપાય..

સામગ્રી
1 ચમચી – મેંદો
1 નંગ – ગાજરનો રસ
1 નંગ – બીટનો રસ
1 ચમચી – બટેકાનો રસ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં 1 ચમચી મેંદામાં 1 ગાજર અને 1 બીટનો રસ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે તે બાદ તેમા 1 ચમચી બટેકાનો રસ મિક્સ કરી લો.આ માસ્કને 10 મિનિટ સુધી અંડરઆર્મ્સમાં લગાવી રાખો. સૂકાઇ ગયા બાદ એક રફ કપડાથી સાફ કરી લો. આમ તેને સાફ કર્યા બાદ નારિયેળના તેલથી તે જગ્યાએ મસાજ કરી રહેવા દો. સતત 3 દિવસ સુધી આ નુસખાનો ઉપયોગ કરવાથી તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર થઇ જશે.