Beauty Use Ashwagandha if you are troubled or getting white hair due to hair fall.
  • Home
  • Fashion & Beauty
  • ક્યારેય વાળ નહિં થાય સફેદ, આ રીતે કરો અશ્વગંધાનો ઉપયોગ

ક્યારેય વાળ નહિં થાય સફેદ, આ રીતે કરો અશ્વગંધાનો ઉપયોગ

 | 9:57 am IST

તણાવ, પ્રદુષણ, ધૂળ જેવી વસ્તુઓના કારણે આજકાલ ઘણી છોકરીઓ ખરતા વાળની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો મોંઘા-મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પરંતુ તેની કોઇ અસર થતી નથી અને તેમા રહેલા કેમિકલ્સ વાળની કુદરતી ચમકને ખતમ કરે છે. આ પ્રકારની સ્થિતિથી બચવા માટે તમે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને રાહત મળી શકે છે.

અશ્વગંધાના ફાયદા

– અશ્વગંધા વાળ માટે ટોનિકની જેમ છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ અને હોર્મોનને બેલેન્સ કરવાની ખાસિયત ખરતા વાળને રોકે છે અને નવા વાળને ઉગવામાં મદદ કરે છે. સાથે તેનાથી વાળની ચમક વધી જાય છે.

– તેને જો હેર ઓઇલ કે હર્બલ શેમ્પુની સાથે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્કેલ્પના બ્લડ સર્કુલેશનને સુધારવામાં મદદ મળે છે. જે વાળને ખૂબ ઝડપથી વધારવામાં મદદ કરે છે અને ખોડાથી પણ દૂર રાખે છે.

– અશ્વગંધા આપણા વાળને કુદરતી હેર કલરને પ્રિઝર્વ કરવામાં પણ મદદ કરે છે. તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ્સ જે વાળને સફેદ કરવા માટે જવાબદાર હોય છે. તેનાથી લડવામાં મદદ કરે છે. જે મેલાનિનના પ્રોડક્શનને વધારે છે. જેનાથી વાળ કાળા રહે છે.

આ રીતે કરો તેનો ઉપયોગ

– બે ચમચી અશ્વગંધા પાવડર લો અને તેને હળવા ગરમ પાણીની સાથે મિક્સ કરો. જેથી પેસ્ટ તૈયાર કરી શકાય. આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો અને મસાજ કરો. તેને માથામાં અડધો કલાક રહેવા દો. તે પછી તેને યોગ્ય રીતે ધોઇ લો. તમે ઇચ્છો તો અશ્વગંધાને તમારા શેમ્પુ સાથે મિક્સ કરીને લગાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન