beauty warts problem on face home remedies
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 1 અઠવાડિયામાં દૂર થશે મસાની સમસ્યા, કરો આ ઘરેલું ઉપાય

1 અઠવાડિયામાં દૂર થશે મસાની સમસ્યા, કરો આ ઘરેલું ઉપાય

 | 1:34 pm IST

શરીરના કેટલાક ભગમાં જેમ કે ચહેરા અને ગરદનની ત્વચા વધીને લટકવા લાગે છે. જેને મસા કહેવામાં આવે છે. આ મસા દેખાવમાં ખૂબ ગંદા લાગે છે. જેની સાઇઝ નાની કે મોટી થઇ શકે છે. આ મસા દૂર કરવા માટે લોકો સર્જરી તેમજ લેજર ટ્રીટમેન્ટ કરાવે છે આ ટ્રીટમેન્ટ કરાવવાથી ખૂબ દુખાવો થાય છે. જો તમે કોઇપણ દુખાવા વગર મસાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે કેટલીક ઘરેલું વસ્તુઓનો સહારો લઇ શકો છો. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમને થોડાક દિવસમાં જ રાહત મળી શકે છે.

કેળાની છાલ
કેળાની છાલમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ મસાને દૂર કરવાનું કામ કરે છે. રાત્રે સૂતા પહેલા કેળાની છાલનીને 10 મિનિટ મસા પર રગડી લો અને ત્યાર પછી કેળાની તાજી છાલને મસા પર બાંધીને લપેટી લો. આખી રાત તેને રહેવા દો. સતત 7 દિવસ આ ઉપાય કરવાથી મસાની સમસ્યાથી રાહત મળી શકે છે.

ડુંગળીનો રસ
મસા માટે ડુંગળીનો રસ ઔષધીનું કામ કરે છે. તેને દૂર કરવા માટે સતત મસા પર ડુંગળીનો રસ લગાવતા રહો. આ ઉપાય કરવાથી મસા જડમૂળથી દૂર થઇ જશે.

એપ્પલ સાઇડર વિનેગર
એપ્પલ સાઇડર વિનેગરના ઉપયોગથી મસાને જડમૂળથી દૂર કરી શકાય છે. તેની પર એપ્પલ સાઇડર વિનેગર લગાવવાથી મસા ખરતા નથી પરંતુ ધીમેધીમે બળી જાય છે અને મસા ગાયબ થઇ જાય છે. સાથે તેનાથી મસા અન્ય જગ્યા પર ફેલાવવાથી રોકાઇ જાય છે. અઠવાડિયામાં આ ઉપાયથી મસાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

લસણ
લસણની કળીને અડધી કટ કરીને તેને મસા પર રાખીને તેની પર પટ્ટી બાંધી લો. આખી રાત રાખ્યા પછી સવારે પટ્ટી નીકાળી લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તલની સમસ્યાથી રાહત મળે છે.

ગુલાબજળ
ગુલાબજળને થોડાક સમય માટે તડકામાં હળવું ગરમ થવા માટે રાખી મૂકો. તેને ત્વચા પર લગાવવાથી રોમછિદ્રોની ચીકણાશ નીકળી જાય છે. જેનાથી ત્વચા સાફ થાય છે અને ચહેરા પર થતા મસા વારંવાર નીકળતા નથી. આ નુસખો ખૂબ અસરકારક છે.