Beauty washing hair with hot water causes Follow Reason
  • Home
  • Fashion & Beauty
  • ગરમ પાણીથી ન ધોવા જોઇએ વાળ, નહીંતર થશે આટલા બધા નુકસાન

ગરમ પાણીથી ન ધોવા જોઇએ વાળ, નહીંતર થશે આટલા બધા નુકસાન

 | 3:59 pm IST

આખો દિવસ કામ કર્યા બાદ થાક લાગે છે. તે બાદ મન કરે છે કે સ્નાન કરીને આ થાકને દૂર કરવામાં આવે છે. થાક દૂર કરવા માટે ખાસ કરીને ઘણા લોકો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે કારણકે ગરમ પાણીથી વધારે રાહત મળે છે. પંરતુ ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળને નુકસાન થાય છે. સ્નાન દરમિયાન વાળ ભીના હોવાના કારણે તુટી જાય છે. જેથી ગરમ પાણીથી વાળ ન ધોવા જોઇએ. તેનાથી અનેક નુકસાન થાય છે.

વાળ કમજોર

સ્નાન દરમિયાન ગરમ પાણી તમારા વાળમાં રોમછિદ્રને ખોલે છે. જેનાથી વાળના મૂળ કમજોર થઇ જાય છે. એવામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળ કમજોર થવાની સમસ્યા થાય છે.

વાળ ખરવા

જો તમે શેમ્પુથી વાળ ધોવો છો તો કોશિશ કરો કે ગરમ પાણીની સાથે ન ધોવા જોઇએ કારણકે તેનાથી વાળને નુકસાન થાય છે. શેમ્પુ અને ગરમ પાણી મિક્સ કરવાથી વાળ વધારે ખરવા લાગે ચે.

કન્ડિશનરની અસર ઓછી થવાથી

વાળમાં કન્ડિશનર કર્યા બાગ ક્યારેય ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ. આમ કરવાથી વાળથી કન્ડિશનરની અસર ખતમ થઇ જાય છે. ગરમ પાણી કન્ડિશનરની અસર ખતમ થઇ જાય છે.

વાળ અને ત્વચાને નુકસાન

ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળને નુકસાન પહોંચવાની સાથે તમારી ત્વચા અને માથાને નુકસાન પહોંચે છે. તેનાથી લાલાશ કે બળતરા થવા લાગે છે. ગરમ પાણીથી વાળ ધોવા હાનિકારક હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન