Beauty What to look for when doing hair styling
  • Home
  • Fashion & Beauty
  • હેર સ્ટાઇલ કરતી વખતે ખાસ કઇ બાબતોનું ધ્યાન રાખવું?

હેર સ્ટાઇલ કરતી વખતે ખાસ કઇ બાબતોનું ધ્યાન રાખવું?

 | 11:43 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

મહિલાઓને ફેશનેબલ દેખાવું તો ગમે છે, અને ફેશનેબલ દેખાવા માટે ડ્રેસ પ્રમાણે હેર સ્ટાઇલ કરવાથી લુક સારો આવે છે. હેર સ્ટાઇલ કરાવવાની સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

ચહેરાના આકાર પ્રમાણે હેર સ્ટાઇલ પસંદ કરો

કોઈપણ પણ હેર સ્ટાઇલ પસંદ કરતાં પહેલાં તમારા ચહેરાનો આકાર તથા ફેસ કટ પર તે સ્ટાઇલ સારી લાગશે કે નહીં તે ચકાસી લો.

  • જો તમારો ભરાવદાર ચહેરો હોય તો તમને સ્ટ્રેટ હેર, વેવી હેર અને હાફ ટાઇ હેર સ્ટાઇલ સારી લાગશે.
  • જો તમારો ચહેરો નાનો અને ફ્લેટ હોય તો મેશી હેર સ્ટાઇલ, બાઉન્સી હેર, કર્લ જેવી સ્ટાઇલ સારી લાગશે.

બોબીપિનને ખોટી રીતે ન લગાવવી

બન અને પફ વગેરે જેવી હેર સ્ટાઇલ કરતી વખતે તેમાં બોબીપિનનો ઉપયોગ જો વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો પિન ઢીલી થઈ જવાની સમસ્યા રહ્યાં કરે છે, જેના કારણે હેર સ્ટાઇલ પણ વિખાઈ જાય છે.

  • પફ માટે બોબીપિનના વેવી ભાગને પફની અંદરના ભાગે રાખો, આમ કરવાથી હેર સ્ટાઇલનું ફિનિશિંગ સારું આવશે.

હેર સ્ટાઇલના સેટિંગ માટે હેરના બેથી વધારે સેક્શન કરવા

જો તમે સ્ટ્રેટનર, ડ્રાયર વગેરેનો ઉપયોગ કરવા ઇચ્છો છો. તથા ઘરે જ હેર સ્ટ્રેટ કે કર્લ કરવા હોય તો વાળને બે સેક્શનમાં નહીં, પરંતુ તમારા વાળના પાંચથી વધારે (ગ્રોથ પ્રમાણે)સેક્શન કર્યા બાદ જ સ્ટ્રેટનર કે ડ્રાયરનો ઉપયોગ કરો. આમ કરવાથી જે-તે સ્ટાઈલ ઝડપથી અને પરફેક્ટ રીતે પ્રોપર હેર સ્ટાઇલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન