માત્ર 1 મહિનામાં ઓછા ખર્ચે સફેદ વાળને કરો કાળા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માત્ર 1 મહિનામાં ઓછા ખર્ચે સફેદ વાળને કરો કાળા

માત્ર 1 મહિનામાં ઓછા ખર્ચે સફેદ વાળને કરો કાળા

 | 4:25 pm IST

સફેદ વાળ એવી સમસ્યા છે જેનાથી ઓછી ઉંમરના યુવક અને યુવતીઓ પણ પરેશાન છે જેના કારણે તે લોકો બજારમાં મળતા હેર કલરનો ઉપયોગ કરે છે. જેનો ભાવ દિવસેને દિવસે વધતો જાય છે. પરંતું આ મોંઘા બ્યુટી પ્રોડક્ટની કોઇ અસર જોવા મળતી નથી. એવામાં તમે કેટલાક એવા ઘરેલું નુસખા અપનાવીને તમારા વાળને ચપટીમાં કાળા કરી શકો છો.

મેલાનિન નામનું તત્વ ઉત્પાદન ઓછુ થવાના કારણે કે બંધ થવાના કારણ વાળનો રંગ સફેદ થવા લાગે છે. જે ઉંમર વધવી, હોર્મોનલ બદલાવ, તનાવ, પ્રદુષણ કે પોષણની ઉણપના કારણે પણ થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે તમે ઘરેલું વસ્તુઓથી વાળનો રંગ કાળો કરી શકો છો.

બનાવવાની રીત
સૌ પ્રથમ નારિયેળના દૂધમાંથી તેલ નીકાળવા માટે એક વાસણમાં પાણીને ગરમ કરો. બે નારિયેળ ઘસીને તેમા પાણી ઉમેરો. હવે આ પાણીને નીચવી લો અને તે બાદ તેને ઉકાળી લો. આમ કરવાથી તેમાથી તેલ મળશે.

હવે તેમા એલોવેરા અને આંબળાનો રસ મિક્સ કરો,. આ બન્નેમાં વિટામીન હોય છે જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુને તેલમાં ઉમેરી ઉકાળો. ધ્યાન રહે કે આ મિશ્રણને યોગ્ય પ્રમાણમાં ઉકાળવુ જોઇએ. મિશ્રણ બન્યા બાદ ઓછામાં ઓછું 10-12 મિનિટ સુધી તડકામાં રાખો. મિશ્રણ તૈયાર છે તેને તમે વાળાના જળમૂળમાં લગાવીને માલિશ કરો અને બાદમાં કાંસકાથી વાળ ઓળી લો. આમ કરવાથી આ મિશ્રણ પોર્સ સુધી યોગ્ય રીતે પહોંચી શકશે અને વાળ કાળા થવા લાગશે.