સમયથી પહેલા થઇ રહ્યા છે વાળ સફેદ તો જાણો તેના કારણ અને ઉપાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સમયથી પહેલા થઇ રહ્યા છે વાળ સફેદ તો જાણો તેના કારણ અને ઉપાય

સમયથી પહેલા થઇ રહ્યા છે વાળ સફેદ તો જાણો તેના કારણ અને ઉપાય

 | 3:20 pm IST

ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા સ્વાભાવિક વાત છે પરંતુ વધતા પ્રદુષણ અને ખાણીપીણીથી કારણથી વાળ સફેદ થવા લાગે છે. આજે ઓછી ઉંમરથી લઇને દરેક લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. તો આવો જોઇએ વાળ સફેદ થવાના કારણો અને તેના ઉપાય..

વાળ સફેદ થવાના કારણ
– સમયથી પહેલા વાળ સફેદ થવા પાછળ એક કારણ હોય, એવું જરૂરી નથી. આ સમસ્યાની પાછળ ઘણા કારણો હોઇ શકે છે. જેથી વાળ સફેદ થઇ શકે છે.
– ખાણીપીણીમાં ગડબડીના કારણે પણ વાળ સફેદ થઇ શકે છે. વિટામીન બી, આર્યન, કોપર અને આયોડીન જેવા તત્વોની ઉણપના કારણે પણ વાળ સફેદ થઇ જવાની સમસ્યા રહે છે.
– જે લોકો નાની-નાની વાત પર ખૂબ ટેન્શન લે છે તે લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. એટલું જ નહીં, જેને ડર,પૈનિક એટેક સહિતની સમસ્યા વધારે હોય તે લોકોને પણ આ સમસ્યામાંથી પસાર થવું પડે છે.
– કેટલાક લોકોને આ સમસ્યા આનુવંશિક રીતે થાય છે. એવી સ્થિતિમાં આ સમસ્યા થાય છે.

સમયથી પહેલા કેમ થાય છે વાળ સફેદ
– ખાસ કરીને વાળની સફાઇ યોગ્ય રીતે ન કરના પર પણ વાળ સફેદ થઇ શકે છે.
– લાંબા સમય સુધી બીમાર રહેનાર લોકોના વાળ પણ જલદી સફેદ થાય છે.
– પર્યાવરણમાં રહેલા પ્રદુષણથી પણ ઓછી ઉંમરમાં વાળ સફેદ થઇ જાય છે.
– કેમિકલ વાળા શેમ્પુ, ડાઇ કે કલર તેમજ સુંગંધી વાળા તેલથી પણ વાળ સફેદ થવા લાગે છે.

ઉપાય
– ઓછી ઉંમરમાં થતા સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે કેટલાક બદલાવ જરૂરી છે.
– સ્વસ્ખ અને સંતુલિત ડાયેટ લો. વિટામીન બી થી ભરપૂર ભોજન, દહીં, લીલા શાકભાજી, ગાજર, કેળાનું સેવન કરો. જેનાથી માથામાં લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે અને વાળ મૃત નથી થતા.
– કેમિકલ હેર કલર અને ડાઇથી દૂર રહો. કેટલીક વખત તેના ઉપયોગથી થોડાક સમયમાં તમારા વાળ કાળ તો દેખાય છે પરંતુ બેગણી ઝડપથી વાળ સફેદ પણ થઇ જાય છે.
– તડકામાં બહાર નીકળતા સમયે વાળને કવર કરીને બહાર નીકળો. જે રીતે ત્વચા કે સ્ટોલથી ચહેરાને કવર કરો છો તેમ વાળને પણ સ્કાર્ફથી કવર કરવા જોઇએ જેથી વાળ પર પ્રદુષણની અસર થાય નહીં.
– વાળ સફેદ ન થાય તે માટે આંબળા, શિકાકાઇનો ઉપયોગ કરો. આંબળાને ડાયેટમાં સામેલ કરવાની સાથે તેમા મ્હેંદી મિક્સ કરીને તે મિશ્રણથી વાળને કંડિશનિંગ કરતા રહો. તે સિવાય આંબળાને ઝીણા કટ કરી લો અને ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરીને સ્કેલ્પ પર માલિશ કરો. જેથી વાળ સફેદ નહીં થાય.