ચહેરા પર રહેલા સફેદ ડાઘથી કાયમ માટે મેળવો છૂટકારો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરા પર રહેલા સફેદ ડાઘથી કાયમ માટે મેળવો છૂટકારો

ચહેરા પર રહેલા સફેદ ડાઘથી કાયમ માટે મેળવો છૂટકારો

 | 2:35 pm IST

શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે ચહેરા, ગળા, હોઠ, હાથ, પગ કે શરીરના અન્ય ભાગો પર સફેદ ડાઘ થવા લાગે છે. ઘણા લોકો આ ડાઘથી છૂટકારો મેળવવા માટે ક્રીમ અને દવાઓનો ઉપયોગ કરે છે. જેનાથી ઘણી સાઇડ ઇફેક્ટ પણ થાય છે. જો તમે ત્વચા પર રહેલા સફેદ ડાઘથી પરેશાન છો તો તેનાથી છૂટકારો મેળવવા આજે અમે ઘરેલુ અને સહેલા ઉપાય જણાવીશું. જેનાથી ત્વચા પર કોઇ નુક્શાન પણ નહીં થાય અને સફેદ ડાઘ પણ દૂર થશે.

સફેદ ડાઘ થવાનું કારણ
પાચન તંત્ર કમજોર
મેલાનોસાઇટ્સની ઉણપ
વિટામીન બી ની ઉણપ
વધારે તણાવ હોવો
લીવર ખરાબ થવું

હળદર -સરસો તેલ
સફેદ ડાઘને દૂર કરવા માટે 1 ચમચી હળદરમાં 2 ચમચી સરસોનુ તેલ મિક્સ કરો. હવે તેને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને દિવસમાં બે વાર લગાવો. રોજ તેને લગાવવાથી 3-4 મહિનામાં સફેદ ડાઘની સમસ્યાથી રાહત મળી શકે છે.

તુલસી- લીંબુનો રસ
તુલસીના પાનમાં એન્ટી વાયરલ અને એન્ટી એન્જિગ હોય છે. જે ત્વચાને સાફ કરે છે. તુલસી અને લીંબુમાં મેલાનિનની ઉણપને પૂરી કરે છે. જેથી ત્વચા પર રહેલા કોઇપણ પ્રકારના ડાઘ પડતા નથી. તુલસીના પાનને પીસીને તેમા લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને સફેદ ડાઘ વાળી જગ્યા પર લગાવો.

નારિયેલ તેલ
નારિયેલ તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ હોય છે. જે સફેદ ડાઘ થવાથી રોકે છે. નારિયેલ તેલ રોજ લગાવવાથી થોડાક અઠવાડિયામાંજ ફરક જોવા મળે છે. આમ કરવાથી ત્વચા સહિત શરીર પરના ડાઘ દૂર થાય છે.