નખની પીળાશ દૂર કરવા માટે કરો આ ઉપાય - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • નખની પીળાશ દૂર કરવા માટે કરો આ ઉપાય

નખની પીળાશ દૂર કરવા માટે કરો આ ઉપાય

 | 12:01 pm IST

સાફ હાથ અને નખ કોઇપણ લોકોની સુંદરતમાં વધારો કરે છે. જોકે મહિલાઓ માટે તેમના નખ સાફ, લાંબા અને સફેદ રાખવા ઘણાં મુશ્કેલ હોય છે. નખ પીળા પડી જવા મહિલાઓ માટે એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે રસોડામાં ઘણી એવી સામગ્રી છે, જેનાથી તમે નખને સુંદર અને સફેદ બનાવી શકશો.. આવો જોઇએ કેવી રીતે પીળા નખ થશે સફેદ..

બેકિંગ સોડા
સારી ગુણવત્તા વાળા બેકિંગ સો઼ડા અને પાણીની પેસ્ટ બનાવી લો. હવે તેને નખ પર લગાવો. સાથે નખની વચ્ચે થોડાક પ્રમાણમાં પેસ્ટ લગાવો. તેને થોડીક મિનિટ સૂકાવા દો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો.

ટી ટ્રી ઓઇલ
આ ઓઇલથી સહેલાઇથી તમારા નખની પીળાશ દૂર થશે. ટી ટ્રી ઓઇલના ટીંપામાં જૈતુનનું તેલ મિક્સ કરો અને નખ પર લગાવો. તે બાદ 10-15 મિનિટ સૂકાવા દો. તે બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો. આમ કરવાથી અઠવાડિયામાં પીળા નખથી છૂટકારો મળશે.

એપ્પલ સાઇડર વિનેગર
એક કપ નવેશેકા પાણીમાં 1/4 કપ એપપ્લ સાઇડર વિનેગર મિક્સ કરો. તેમા 20 મિનિટ હાથને ડૂબાડીને રાખો. દિવસમાં બે વાર કરવાથી વિનેગરમાં રહેલુ એસિડ પીળાશને દૂર કરવામાં મદદગાર રહે છે.

ઓરેન્જ જ્યુસ
ઓરેન્જમાં જ્યુસમાં સારા પ્રમાણમાં સિટ્રસ એસિડ હોય છે. જે નખની પીળાશથી છૂટકારો અપાવી શકે છે.નારંગીનો તાજો રસ નીકાળી દો અને તેમા કોટન ડૂબાડી નખ પર બરાબર લગાવો. હવે આ જ્યૂસને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી નખ પર લગાવી રાખો. તે બાદ તેને નવશેકા ગરમ પાણીથી ધોઇ લો. આ કામને અઠવાડિયામાં 3થી4 વાર કરો.જેથી પીળા નખ તરત સફેદ થઇ જશે.

ટૂથપેસ્ટ
પીળા નખથી છૂટકારો મેળવવા માટે સૌથી યોગ્ય રીત છે કે તેને ટૂથપેસ્ટથી સ્ક્રબ કરો.તેનાથી ફક્ત નખની પીળાશ જ નહી, તે નખને સફેદ અને ચમકદાર પણ બનાવે. ટૂથપેસ્ટને નખ પર 10-15 મિનિટ લગાવી રાખો. આ પ્રોસેસને 2-3 વાર કરો.