5 મિનિટમાં દાંતની પીળાશ દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 5 મિનિટમાં દાંતની પીળાશ દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

5 મિનિટમાં દાંતની પીળાશ દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

 | 2:46 pm IST

દાંત ચહેરાની સુંદરતાને વધારવાનું કામ કરે છે. રોજ દિવસમાં બે વખત બ્રસ કરવાથી અને યોગ્ય સાચવણી કરવાથી દાંત મોતીની જેમ ચમકવા લાગે છે. પરંતુ ગુટખા,તમાકું, સિગારેટ, દારૂ, વધારે ગળ્યું ખાવાથી, ધૂમ્રપાન કરવાથી, બ્રશ કર્યા વગર ખાવાથી. રોજ દાંત સાફ ન કરવાથી દાંતમાં પીળાશ આવી જાય છે. દાંતની ચમક પરત લાવવા માટે અને પીળાશ દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવાથી દાંતને મોતીની જેમ ચમકાવી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશુ જેનાથી દરેક સમસ્યાથી રાહત મળી શકે છે.

સફરજન
દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો. સફરજનનો એક ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે. રોજ આ ઉપાય કરવાથી દાંત જલદી જ સાફ થઇ જશે.

સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી ખાવા સિવાય દાંત ચમકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. પાકેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર રગડવાથી ખતમ થાય છે. તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.

કોલસા
કોલસો પણ દાંત ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ એક કોલસો લો અને તેને યોગ્ય રીતે પીસી લો હવે રોજ દાંત પર તેનાથી મંજન કરો તેના કણ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી દેશે.

બેકિંગ સોડા
બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા અને ચમકાવવાનું કામ કરે છે. ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.

નારંગીની છાલ
નારંગીની છાલ રોજ દાંતની સફાઇ કરે છે. રોજ રાત્રે સૂતા સમયે છાલને દાંત પર રગડી લો. નારંગીની છાલમાં વિટામીન સી અને કેલ્શ્યિમ હોય છે જે દાંતને મજબૂત કરવાથી સાથે પીળાશ દૂર કરી ચમક લાવે છે.

લીંબુ
લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવ લાગશે.

લીમડો
લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છે.