બ્યુટીફૂલ પેપલમ બ્લાઉઝ વિથ લહંગા - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બ્યુટીફૂલ પેપલમ બ્લાઉઝ વિથ લહંગા

બ્યુટીફૂલ પેપલમ બ્લાઉઝ વિથ લહંગા

 | 3:35 am IST

ટ્રેન્ડ :- મૈત્રી દવે

લગ્નની સીઝન શરૂ થાય એટલે ડિઝાઇનિંગની દુનિયામાં હલચલ શરૂ થઇ જાય, કારણ કે દર વર્ષે માનુનીઓને કંઇક ને કંઇક નવું જોઇતું હોય અને એ જ ચેલેન્જ ડિઝાઇનરની સામે પણ હોય, ક્યો ડિઝાઇનર શું નવું બજારમાં લઇ આવશે અને તે નવી ડિઝાઇન બજારમાં કેટલી સફળ થશે? તે રેશીયો પણ નોંધવામાં આવતો હોય છે. નવી સીઝનમાં નવી ડિઝાઇન સ્ત્રીઓ સમક્ષ આવે જરૂર છે, પરંતુ તે ડિઝાઇન લોકોને કેટલી પસંદ પડે છે તે પણ મહત્ત્વની વાત છે. વળી અત્યાર સુધીમાં નવી નવી કેટલીયે ડિઝાઇનો બજારમાં અવતરી ચૂકી છે, ત્યારે સતત કંઇક નવું આપવા હવે ફેશન જગતમાં જૂની સ્ટાઇલની રીમેક બનવા લાગી છે. વેલ જૂની સ્ટાઇલની રીમેક મતલબ કે પહેલાના સમયમાં જે ડિઝાઇન આપણા દાદીએ પહેરી હોય, જે ડિઝાઇન આપણી મમ્મીએ નાનપણમાં પહેરી હોય તે ડિઝાઇનમાં હવે થોડું વેરીએશન કરીને રૂપરંગ બદલવામાં આવે છે અને માર્કેટમાં તે ડિઝાઇન નવા રૂપરંગ સાથે માનુનીઓનું મન મોહવા આવી જતી હોય છે. આવી જ એક નવી ડિઝાઇન વિશે આજે આપણે વાત કરીએ. પેપલમ બ્લાઉઝ…

પેપલમ બ્લાઉઝની ડિઝાઇન જૂની ઘણી ફિલ્મોમાં તમે જોઇ હશે, આ ડિઝાઇન હવે ફરીથી બજારમાં ધૂમ મચાવી રહી છે. તો ચાલો પેપલમ બ્લાઉઝ વિથ લહંગા વિશે થોડું જાણી લઇએ.

મટીરિયલ

પેપલમ બ્લાઉઝને તમે લગ્ન પ્રસંગ નિમિત્તે પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો બને ત્યાં સુધી સિલ્ક, ટસર, બ્રોકેટ, શિફોન, ટફેટા સિલ્ક, વગેરે કાપડ ઉપર પસંદગીનો કળશ ઢોળવો જોઇએ, કારણ કે આ કાપડની શાઇનિંગ સુંદર હોવાના કારણે ફંક્શનના લુક માટે તે સારું ઓપ્શન ગણાય છે. આ પ્રકારના બ્લાઉઝ સાથે તમે કોઇપણ હેવી સાડી પહેરી શકો છો, સાડી પહેરવાનું વિચારતી સ્ત્રીઓ આ બ્લાઉઝ સાથે શિફોન અને જોર્જટ સાડીની પસંદગી કરી શકે છે. તો પેપલમ બ્લાઉઝ સાથે લહંગા પહેરવાનું વિચારતી માનુનીઓ લહંગા માટે પણ સિલ્ક કે ટફેટા સિલ્કની પસંદગી કરી શકે છે.

વર્ક

પેપલમ બ્લાઉઝમાં તમે તેના કાપડ અનુસાર વર્ક કરાવી શકો છો. આજકાલ થ્રેડ વર્ક, મીરર વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, પીઠા વર્ક વગેરે વર્કની ફેશન ચાલી રહી છે. તેથી તમે એ પ્રકારના વર્કની પસંદગી કરી શકો છો. આ તમામ વર્ક સુંદર લાગશે. બાકી ફંક્શન અનુસાર હેવી અથવા લાઇટ વર્ક કરાવી શકાય છે.

પેપલમ સ્ટાઇલ

પેપલમ સ્ટાઇલએ ખરેખર તો વેસ્ટર્ન સ્ટાઇલ છે, સૌ પ્રથમ બજારમાં પેપલમ ટોપ્સનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં પેપલમ સ્ટાઇલના ટોપ્સ જિન્સ ઉપર મેચ કરીને માનુનીઓ પહેરતી હતી, અલબત્ત હજી આ સ્ટાઇલ પહેરાય જ છે. જ્યારે હવે પેપલમ સ્ટાઇલ એથનીક વેરમાં પણ આવી ગઇ છે. શરૂઆતી સમયમાં જિન્સ, સ્કર્ટ ઉપર પહેરવામાં આવતા પેપલમ ટોપ્સ હવે પેપલમ બ્લાઉઝના ફોર્મમાં આવે છે અને તેને સાડી સાથે અથવા લહંગા સાથે પહેરવામાં આવે છે. આ એથનીક ડિઝાઇન આજકાલ એટલી ફેમસ થઇ રહી છે કે માનુનીઓ હવે લગ્ન પ્રસંગમાં તો પેપલમ બ્લાઉઝ અને લહંગા કે સાડી પહેરે જ છે, સાથે સાથે હવે ઔબ્રાઇડ પણ પોતાના લગ્નના મહેંદી કે રિસેપ્શનના ફંક્શનમાં પેપલમ બ્લાઉઝ સાથે મેચીંગ સાડી અથવા લહંગા પહેરવાનું પસંદ કરતી હોય છે. લગ્નમાં ચાર-પાંચ દિવસના ફંક્શનમાં કંઇક અલગ પહેરવાનો આગ્રહ રાખતી છોકરીઓ માટે આ બેસ્ટ ઓપ્શન બની રહે છે.